રસોઈ

ટેસ્ટી ચીઝ મસાલા સેવ આજે ઘરે બનાવો ને તમારા વ્હાલા બાળકોને ખવડાવો., આંગળા ચાટી ચાટી ખાશે !!!!!

જો સમય ઓછો હોય ને ક્યાંક બહાર જવાનું હોય કે પછી પીકનિક પેલેસ પર ઘરેથી જ નાસ્તો બનાવવાની સામગ્રી લઈને ત્યાં બનાવવો હોય તો આ બેસ્ટ ઓપશન છે, ખાવામાં એકદમ સ્વાદિષ્ટ ચીઝ મસાલા સેવ બનાવી નાખો. જે નાના બાળકોથી લઈને મોટા આંગળા ચાટી ચાટી ખાશે ને તમને બનાવવામાં પણ કોઈ જ મહેનત નહી થાય. તો નોધી લો સામગ્રી સાથેની આખી રેસીપી. બનાવવું હશે ત્યારે કામ આવશે.

  • સામગ્રી
  • સેવ ઉસળ ની સેવ 1 બૉવલ
  • સેવ ઉસળ મસાલો 1 ચમચી
  • બટર 1 ચમચી
  • સેવ ઉસળ તરી 1 વાડકી
  • ચીઝ કયુબ 2 નંગ
  • લીલી ડુંગળી 1 વાડકી

રીત
સૌપ્રથમ એક બાઉલમાં સેવ લઈ લો. તમારે તમારા માપ અને જરૂર મુજબ સેવ લેવાની છે.
એમાં મસાલો એડ કરો પછી એમાં તરી નાખી મિક્સ કરી લો
હવે લાસણની ચટણી એડ કરો .
પછી એમાં બટર એડ કરી મિક્સ કરો અને પછી એના ઉપર ચીઝ એડ કરો

અને લીલી ડુંગળી એડ કરી મિક્સ કરો જો જરૂર લાગે તો ઉપર થી તરી એડ કરી શકો છો અને પછી એક પ્લેટ માં કાળી લો પછી એના ઉપર લીલી ડુંગળી થી ગાર્નીસ કરો
અને ચીઝ એડ કરો થોડો મસાલો એડ કરી ને સર્વ કરો તો તૈયાર છે ચીઝ મસાલા સેવ.
વડોદરા માં સેવ ઉસળ ની સાથે ચીઝ બટર વાળી મસાલા સેવ પણ લોકો ને બઉજ ભાવે છે આ તમે ઘરે પણ બનાવી શકો છો છે .
ને એક દમ સરળ તો જરૂર થી બનાવજો અને જણાવજો રેસીપી કેવી લાગી

રેસીપીનો વિડીયો જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો : 

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team (Gujarati Kitchen)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks