અરરર છી છી છી છી, આટલી ગંદી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પાણીપુરી ને દાબેલી, તાકાત હોય તો જ જોજો આ તસવીરો
પાણીપુરી ખાવાના શોખીનો તમને દરેક જગ્યાએ મળી જશે. મોટાભાગે મહિલાઓ અને યુવતીઓ પાણીપુરી ખુબ જ ખાતી હોય છે. ત્યારે ઘણીવાર પાણીપુરીના હાઇજીનને લઈને પણ સવાલો ઉભા થતા હોય છે. ઘણીવાર પાણીપુરી બનાવતી વખતે શુદ્ધતા ના રાખવા પર લોકો બીમાર પણ પડી શકે છે. પરંતુ ઘણા લોકો આવું વિચાર્યા વગર જ ગમે ત્યાં પાણીપુરીની લારી દેખાતા જ તૂટી પડતા હોય છે.
પરંતુ હાલ અમદાવાદમાંથી જે ખબર સામે આવી છે તેને જોતા તમે પાણીપુરી ખાતા પહેલા પણ સો વાર વિચાર કરશો. હાલમાં જ AMCના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી કુલ 206 એકમોમાં ચેકીંગ હાથ ધરાતા 84 એકમોને નોટિસ ફટકારી તેમની પાસેથી 56 હજાર રૂપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા કેલિકો મિલ કમ્પાઉન્ડમાં એક પાણીપુરી વેચી રહેલા લારી વાળો ઝડપાયો હતો. જેની પાસેથી સડેલા બટાકા અને ચણા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દાબેલી, વડાપાઉં, પફ વેચી રહેલા વ્યક્તિ પાસેથી પણ અખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપાયો હતો. તેની પાસેથી ખાસ કરીને અખાદ્ય સોસ અને ચટણી પણ મળી આવ્યા હતા. જેનો પણ નાશ કરવામાં આવ્યો.
અમદાવાદ મ્યુનિસિપલના આરોગ્ય વિભાગ દાવર કુલ 405 બિન આરોગ્યપ્રદ અને અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો. ત્યારે આ સડેલા બટેકા ક્યાંથી આવ્યા તે મામલે પણ આરોગ્ય વિભાગ દ્વારા કુબેરનગર અને જમાલપુર માર્કેટમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં કુબેરનગરમાં આવેલી A.R. આલુ ભંડારમાંથી સડેલા બટાકા મળી આવતા તેને પણ સીલ કરવામાં આવી હતી.