દગાબાજ પ્રેમિકાને તેના બોયફ્રેન્ડે આપી એવી સજા કે વૉટ્સએપ ચેટ જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, તેના નવા પાર્ટનરને કર્યો મેસેજ અને પછી… જુઓ

આજના સમયમાં કોઈપણ સંબંધ હોય, વિશ્વાસનું સ્તર સાવ નીચે આવી રહ્યું છે. આજના ઓનલાઇન જમાનામાં કોણ તમે કેવી રીતે છેતરે છે તે કોઈ નથી જાણતું અને એટલે જ આજના સમયમાં છૂટાછેડા અને બ્રેકઅપની ખબરો સતત સામે આવતી રહે છે, પરંતુ હાલ એક એવો વૉટ્સએપ સ્ક્રીનશોટ વાયરલ થઇ રહ્યો છે જે જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે અને ઘણા લોકો આ જોઈને અલગ અલગ ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

જ્યારે યુવતીના બોયફ્રેન્ડને આ અંગે શંકા ગઈ તો તેણે યુવતી સાથે સીધી વાત કરવાને બદલે તેના નવા પાર્ટનર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તમે વિચારતા હશો કે બોયફ્રેન્ડે છોકરાને ધમકાવ્યો હશે અને છોકરીથી દૂર જવાનું કહ્યું હશે વગેરે. ના, એવું કંઈ નથી થયું, પણ તેણે યુવતીના નવા પાર્ટનર સાથે બ્રો-કોડમાં વાત કરી. ઉલટું, તે વ્યક્તિને મદદ માટે અપીલ કરી. વાયરલ થયેલા સ્ક્રીનશોટ પરથી તમે સમજી શકો છો કે કેવી રીતે યુવતીના બોયફ્રેન્ડે તેના નવા પાર્ટનરને એક વાત કહી અને તે સંમત થયો.

યુવતીના બોયફ્રેન્ડે વોટ્સએપ પર લખ્યું, ‘યો બ્રૉ’. આ પછી યુવતીનો નવો પાર્ટનર તે કોણ છે તે જાણવા માંગતો હતો. છોકરાએ આગળ કહ્યું કે હું તાન્યાનો બોયફ્રેન્ડ છું. ત્યારે નવા પાર્ટનરે કહ્યું કે ઠીક છે, બોલો. આ પછી બોયફ્રેન્ડે સારી રીતે સમજાવ્યું અને કહ્યું, ‘સાંભળો, હું તમારી પાસેથી આ વાત સ્પષ્ટ કરવા માંગુ છું. હું જાણું છું કે મારી ગર્લફ્રેન્ડ મારી સાથે અને તમારી સાથે છેતરપિંડી કરી રહી છે અને તમે તેના સાઈડ મેન છો કે ગમે તે..અને તમે જાણો છો શું? મને કોઈ વાંધો નથી, કારણ કે જો તે ખુશ છે તો હું પણ ખુશ છું. મામલો એ છે કે મારી એક સાઈડ ગર્લફ્રેન્ડ પણ છે. હું તમને કહેવા જઈ રહ્યો છું કે જો તમે આ રવિવારે તાન્યા સાથે ચીલ કરો, તો હું પણ મારી અન્ય ગર્લફ્રેન્ડ સાથે બહાર જઈ શકીશ.”

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

આના પર તાન્યા નામની યુવતીના નવા પાર્ટનરે કોઈપણ સંકોચ વિના યો બ્રૉમાં જવાબ આપ્યો અને આગળ કહ્યું, ‘તેની ચિંતા ન કરો. હું તમારી યુવતીનું ધ્યાન રાખીશ. અંતે તેણે ડીલ ડીન ઈમોજી પણ બનાવી. આ ચેટ વોટ્સએપ પર જોરદાર વાયરલ થઈ હતી. આ ચેટ વાંચીને લોકો જોરથી હસી રહ્યા છે. આ સ્ક્રીનશોટ ઘંટા નામના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તનમને જણાવી દઈએ કે ગુજ્જુરોક્સ આ સ્ક્રીનશૉટની પુષ્ટિ કરતું નથી, આ લોકો ટીખળ અથવા મજાક અથવા વાયરલ હેતુ માટે શેર કર્યું હોઈ શકે છે.

Niraj Patel