વિશ્વભરમાં કોરોના વાયરસનો ખતરો ફેલાયો અને તેને રોકવા માટેના ઘણા ઉપાયો કરવામાં પણ આવ્યા, સાથે તેની દવા શોધવામાં પણ વિશ્વભરના વૈજ્ઞાનિકો લાગી ગયા, જો કે હજુ સુધી કોરોના વાયરસની કોઈ દવા બનાવવામાં તેમને સફળતા નથી મળી, પરંતુ ઘણી એવી દવાઓ બજારમાં આવી જે કોરોના વાયરસના ખતરાને ઓછો કરી શકે છે, અને આ દવાઓથી કોરોનાના દર્દીઓ સાજા પણ થઇ રહ્યા હોવાના પુરાવા મળે છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી સસ્તી દવા મેટફોર્મિનથી પણ કોરોના દર્દીઓ લાભ લઈ શકે છે. ચીનના વુહાનમાં ડોકટરોએ કેટલાક કેસ અધ્યયનના આધારે આ કહ્યું છે. તો અમેરિકાની મિન્નેસોટા યુનિવર્સિટીના સંશોધનકારો પણ કહે છે કે મેટફોર્મિન ડ્રગ કોરોના દર્દીઓના મૃત્યુનું જોખમ ઘટાડી શકે છે. મિનેસોટા યુનિવર્સિટીએ લગભગ 6 હજાર દર્દીઓનો અભ્યાસ કર્યો હતો.

એક રિપોર્ટ પ્રમાણે બ્રિટેનની પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થાન નેશનલ હેલ્થ સર્વિસ પહેલાથી આ દવાનો ઉપયોગ કરી રહ્યું છે. ડાયાબિટીઝ સાથે સાથે બ્રેસ્ટ કેન્સરમાં અને હૃદયની બીમારીઓમાં પણ આ દવાના કારણે લાભ થવાની વાત જણાવવામાં આવી છે.

આ દવા ખુબ જ સસ્તી છે અને ભારતમાં મેટફોર્મિન 500mgની એક ટેબ્લેટની કિંમત 1.5 રૂપિયા છે. ટાઈપ -2 ડાયાબિટીઝના ઈલાજ માટે 1950ના દશકથી જ આ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.