ડોલર કમાવાની ભૂખે મર્યા 4 ગુજરાતીઓ, આ કેસમાં ચૌધરી પરિવારના મહિલાનું શું થયું? રહસ્ય ખુલશે કોઈ દિવસ? જાણો અંદરની આખી મેટર
આજકાલ ઘણા લોકોને વિદેશમાં જવાનું ઘેલુ લાગ્યુ છે, ત્યારે ઘણીવાર ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવાના ચક્કરમાં કેટલાય લોકો મોતને પણ ભેટે છે અને આમાં ઘણા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે હાલમાં જ 29 માર્ચના રોજ કેનેડાથી બોટમાં બેસીને સેન્ટ લોરેન્સ નદી ક્રોસ કરી ગેરકાયદેસર અમેરિકા પહોંચવાના ચક્કરમાં મહેસાણાનો ચૌધરી પરિવાર વિખેરાયો. આઇએમ ગુજરાતના રીપોર્ટ અનુસાર, આ ઘટનાને ઘણો સમય થઇ ગયો છે તેમ છત્તાં પણ ચૌધરી પરિવારના એક મહિલા એટલે કે દક્ષાબેન ચૌધરીનો કોઈ અતોપતો નથી લાગ્યો.
કેનેડાની રેસ્ક્યુ ટીમે જે જગ્યાએ ઘટના બની હતી તેની આસપાસના વિસ્તારમાં સતત સાત દિવસ સુધી નદીમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવ્યું પણ દક્ષાબેન ચૌધરી ઉપરાંત જે વ્યક્તિ બોટ ચલાવી રહ્યો હતો તેનો હજુ સુધી પતો નથી લાગ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટનામાં જે આઠ મૃતદેહ મળ્યા તેમાંથી ત્રણ ચૌધરી પરિવારના જ્યારે પાંચ રોમાનિયન હતા. દક્ષાબેન ચૌધરીની હજુ ભાળ નથી મળી અને તેને કારણે તેમનું મોત થયુ પણ છે કે નહિ તે વિશે કંઇ કહી શકાય નહિ.
કેનેડિયન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, 31 માર્ચના રોજ કેનેડાની પોલીસને આ ઘટનામાં મોતને ભેટેલા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં મહેસાણાના માણેકપુરા ગામના પ્રવીણ ચૌધરી, તેમની દીકરી વિધિ અને દીકરો મિતનો સામેલ હતો. મીડિયા અહેવાલ અનુસાર, ચૌધરી પરિવારના લોકોના મોત બાદ મૃતદેહ લાવવા અથવા તો પરિવારના 2 વ્યક્તિઓને અંતિમવિધિ માટે વિઝા આપવા પરિવારે માંગ કરી પણ વિઝા ના મળતા કેનેડામાં જ ચૌધરી પરિવારની અંતિમ વિધિ કરાઇ હતી,
જે કેનેડાના ટોરેન્ટોમાં થઇ. કેનેડા પોલીસે જાહેર કરાયેલા મૃતકોના નામમાં પ્રવીણભાઈ ચૌધરી, તેમના દીકરા મીત અને દીકરી વિધિનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, ફેબ્રુઆરીમાં ચૌધરી પરિવાર કેનેડા પહોંચ્યો હતો. જે બાદ પરિવાર માર્ચના અંતમાં ગેરકાયદેસર અમેરિકા જવા માટે બોટમાં નીકળ્યા હતા. પણ ખરાબ હવામાનને કારણે બોટ પલટી ગઇ અને ચૌધરી પરિવાર સાથે એક બીજો પણ પરિવાર હતો, જે પણ મોતને ભેટ્યો.