ધાર્મિક-દુનિયા

12 જુલાઈથી શરૂ થાય છે ચાતુર્માસ, સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો આ નિયમો ધ્યાનમાં રાખો

અષાઢ માસની વડ એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષ 12 જુલાઈથી દેવશયની એકાદશીનું વ્રત રાખી વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. અને દેવઉઠી એકાદશી સુધી આ ચાતુર્માસ ચાલે છે. ચાતુર્માસમાં બધા જ સારા કાર્યમાં વિરામ લાગી જાય છે.

Image Source

પૌરાણિક માન્યતા અનુસાર,વિષ્ણુજી ચાર મહિના માટે સુવા ચાલ્યા જાય છે તેથી તેને દેવશયની એકદાશી કહેવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન લગ્ન, જાતકર્મ, ગૃહ પ્રવેશ એવા કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી.
આ ચાતુર્માસ ધ્યાન અને સાધન કરવા વાળા માટે બહુજ મહત્વપૂર્ણ છે.શાસ્ત્રો અનુસાર આ ચાર મહિના પાચનશક્તિ કમજોર પડી જાય છે તેથી આ મહિનાઓએ નિયમનું પાલન કરવું જોઈએ.નિયમનું પાલન કરવાથી મનુષ્યની વૈકુંઠ ધામમાં પ્રાપ્તિ થાય છે.

દેવશયની એકાદશીનું મહત્વ
પૌરાણિક માન્યતા અનુસાર, એકાદશીનું વ્રત જે સાચા મનથી કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે.એકાદશીની કથા વાંચવાથી અને સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને બધા પાપોનો વિનાશ થાય છે. મૃત્યુ બાદ સ્વર્ગ લોકની પ્રાપ્તિ થયા છે.માન્યતા એ પણ છે કે, ભગવાન વિષ્ણુ અને પીપળાની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થયા છે. આ દીવે સવારે વહેલા ઉઠીને દૈનિક કાર્યમાંથી મુક્ત થઇ ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામ અને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો.આ દિવસે એકાદશીનું વ્રત કરવાથી બધા પાનો નાશ થાય છે. અને મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે શાલિગ્રામ અને લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે.

Image Source

શાસ્ત્રો અનુસાર, ચાતુર્માસમાં દરરોજ એક સમય જમવાવાળા માણસને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.

ચાતુર્માસમાં પંચગવયનું સેવન કરવા વાળા વ્યક્તિને ચંદ્રનારાયણ વ્રતનું ફળ મળે છે. ગાયનું દુધ,ગૌમૂત્ર, દહીં, ગોબરનું પાણીના સામુહિક રૂપને પંચગ્વય કહેવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ ચાતુર્માસમાં નિત્ય પરિમિત અન્નનો ભોજન કરે છે. તો તે વ્યક્તિ વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે.
ચાતુર્માસમાં ફક્ત એરકે જ ણનું સેવન કરવાથી મનુષ્ય ક્યારે પણ રોગી નથી થતો.સાથે જ મધને અન્ય રસનો પ્રયોગ કરવામાં નથી આવતો.

Image Source

જે મનુષ્ય ફક્ત દૂધ પીને અથવા ફળ ખાઈને રહે છે. તે વ્યક્તિને સહસ્ત્રો પાપનું તત્કાલીન વિલન થઈ જાય છે.

ચાર્તુમાસમાં જે વ્યક્તિ વાત કરતા કરતા જમે છે તો તેની વાતચીતથી અન્ન અશુદ્ધ થઇ જાય છે. અને કેવળ પાપનું જ ભોજન કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks