રસોઈ

ચટપટી ચકરી બનાવવા ની રેસિપી: ઘરે મહેમાન કે નાસ્તામાં ખાવા માટેની બેસ્ટ આઈટમ, નોંધી લો

આજે અમે તમને અહીંયા નમકીન ચટપટી ચકરી બનાવવા ની વિધિ જણાવીશું. જેના થી તમારા તહેવાર ખાસ બની જશે. દરેક પાર્ટી કે તહેવાર માં તમારા હાથે બનાવેલ ચકરી લોકો ને ખવડાવી ને તમારા વખાણ સાંભળી શકો છો તમે.

ચટપટી ચકરી બનાવવા ની વિધિ

ચકરી ભારત નો એક ચટપટો અલ્પાહાર છે.

સામાન્ય રીતે ચકરી ચોખા ના લોટ ,ચણા ના લોટ અને અડદ દાળ ના લોટ થી બનાવાય છે. એમાં આપણે વિભિન્નતા પણ મળી શકે છે ,પણ એનો સ્વાદ આપણા દ્વારા ઉપયોગ કરેલ લોટ પર નિર્ભર કરે છે. એવી જ રીતે મુરુક્કું અલ્પાહાર ચણા ના લોટ વિના પણ બનાવાય છે જેને કોઈક વખત ચકરી પણ કહેવાય છે.

ચકરી બનાવવા ની સામગ્રી

  • 1 કપ ચોખા નો લોટ
  • 1 કપ પાણી
  • 1/4 કપ બટર
  • સ્વાદાનુસાર મીઠું
  • 1/2ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • તળવા માટે તેલ

ચકરી બનાવવા ની વિધિ

એક ઊંડા વાસણ માં ચોખા નો લોટ લો.

હવે એક નાની કઢાઈ લો અને એમાં પાણી ગરમ કરો. હવે એમાં મીઠું, જીરું, મરચા ની પેસ્ટ અને બટર નાખો. હવે પાણી ને સારી રીતે ઉકળવા દો. હવે એ ગરમ પાણી ને ચોખા ના લોટ ઉપર નાખો અને ચમચી ની મદદ થી મિક્સ કરો. હવે 20 મિનિટ સુધી મિશ્રણ ને ઢાંકી ને રહેવા દો.

જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય તો એને ગૂંથી લો.

હવે ચકરી ના મશીન એ તેલ થઈ ગ્રીસ કરો. એમાં મિશ્રણ ભરો અને કઢાઈ માં તળવા માટે જરૂર પડતું તેલ નાખી ને ઊંડાણ પૂર્વક તળો. ધ્યાન રાખજો ગેસ ની જ્યોત વધુ ન હોય અને ન ઓછી હોવી જોઈએ.

હવે એક નાનો પ્લાસ્ટિક પેપર લો. પેપર ઉપર ચકરી મશીન દબાવો. દબાવી દબાવી મશીન ને ધીરે હાથે ઘુમાવતા રહો અને જ્યારે તમને એક ગોળાકાર આકાર મળી જાય ત્યારે મશીન ને દબાવવા નું બંધ કરી દો.

હવે ચકરી ને ધીરે હાથે ઉઠાવી ને ગરમ તેલ ની કઢાઈ માં નાખો અને ઊંડું સોનેરી થવા સુધી તળતા રહો. હવે તળેલ ચકરી ને ટીસ્યુ પેપર પર રાખો.

જ્યારે ચકરી પુરી તળાઈ જાય અને ચકરી ઠંડી થવા બાદ એને હવા બંધ ડબ્બા માં રાખો.

ટિપ્સ-

1. ધીમી આંચ ચકરી ને ન તળો. એના થી ચકરી તેલયુક્ત બનશે.

2. ચોખા ના લોટ માં વધુ લસ ન રહે. ચોખા થી બનેલી ચકરી ને તળતા સમય એ ધ્યાન થી તળો કારણકે તળતા સમય એ તૂટવા નો ડર બની રહે છે. એટલા માટે તળતા ચકરી ને ધ્યાન થી પલટો. અને ચકરી ને તેલ માં નાખવા સમય એ પણ ધ્યાન થી નાખો.

3. જ્યારે તમે મીઠું નાખતા હોવ છો તો ત્યારે મિશ્રણ ને થોડું ચાખી લો,કે ક્યાંક મિશ્રણ વધુ ખારું તો નથી થઈ ગયું ને. પણ જો થોડું ખારું લાગે તો ચોખા નો લોટ એમાં ઉમેરતા એનું ખારાપણું બિલકુલ ઓછું થઈ જશે.

4. જો તમે વધુ સમય સુધી ટકવા વાળી કુરકુરી ચકરી ઈચ્છો છો તો એમને ઊંડાણ ભર્યું સોનેરી થવા સુધી તળતા રહો. જ્યારે ચકરી નો રંગ સફેદ રહે છે તો ત્યારે તમે એને તેલ ની બહાર કાઢી લેશો તો તે થોડા સમય સુધી જ કુરકુરી રહેશે પણ થોડા સમય પછી એ મુલાયમ થઈ જશે. પણ જો ચકરી નો રંગ ભૂરો થઈ જાય તો તમને એમાં કડવાહટ પણ લાગી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks>