ખબર

નાસ્તાની લારીવાળો ચટણી બનાવવા સંડાસમાંથી પાણી ભર્યું અને લારી પર ગયો, જુઓ વિડીયો

આજે આપણે લોકો બહારનું ખાવાનો શોક છે. જેમાં અનેક વખત ટોયલેટના પાણીમાંથી લીંબુ શરબત બનવાતો તો ટોયલેટના પાણીમાંથી પાણીપુરીની પુરી અને પાણી બનાવવાના વિડીયો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ત્યારે ફરી એક વાર આવો જ કંઈક વિડીયો વાયરલ થતા રહે છે.

Image Source

મુંબઈના બોરીવલી સ્ટેશનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બોરીવલી સ્ટેશન પર એક ઈડલી વહેંચતો ફેરિયો સંડાસમાંથી પાણી ભરીને તેમાંથી ચટણી બનાવે છે.આ ચટણી તે ઈડલી અને ઢોસા સાથે સર્વ કરે છે. 45 સેકેન્ડના આ વીડિયોમાં કયારે શૂટિંગ કર્યું છે અને આ ફેરિયો ક્યારે પાણી ભરતો હતો તે જાણી શકાયું નથ. પરંતુ ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા તપાસના આદેશ આપ્યા છે. ફૂડ અને ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા દુષિત પાણીના વપરાશ અંગે ચેતવણી પણ આપવામાં આવી છે.

એડીએન શાખાના શૈલેષ આઢવે જણવ્યું હતું કે, આ વિડીયો અંગે અમને જાણકારી મળતા અમે તપાસના આદેશ આપ્યા છે. જે લોકો આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશે તેની વિરુધ્ધ પગલાં લેવામાં આવશે. જે લોકો પ્રદુષિત પાણીનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બીમારી ફાટી નીકળવાની શક્યતા રહે છે. વધુમાં આઢવે કહ્યું હતું કે, જયારે પણ આ વ્યક્તિ પકડાશે ત્યારે સૌ પ્રથમ આ વ્યક્તિ પાસેથી તેનું લાયસન્સ તપાસવામાં આવશે. જો કોઈ પણ શંકાસ્પદ હશે તે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Image Source

વધુમાં શૈલેષએ જણાવ્યું હતું કે, આ વિડીયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો છે. તે અંગેની તપાસ ચાલુ છે. આ ઘટના ક્યાં અને ક્યારે બની છે તે માટે તપાસ ચાલુ જ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks