રસોઈ

મુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસીપી, આજે જ નોંધી લે જો ..

ભેળ પૂરી ભારતની લોકપ્રિય ચાટમાંની એક છે. જે બનાવવામાં તો સરળ તો છે જ સાથે સાથે ખૂબ સ્વાદિષ્ટ પણ છે. મમરા, સેવ, ટામેટાં, બટાકા, અને ડુંગળી અને ખાટી મીઠી ને તીખી ચટણીનું ચટપટું મિશ્રણ. આ ચાટ મૂંબઈમાં ખૂબ જ ફેમસ છે. તમને મુંબઈની કોઈપણ ગલીઓમાં ને લારીઓમાં મળી જશે. જો તમે બધી ચટણી ઘરે જ બનાવી લો ને બટાકાને બાફી લો તો બસ પાંચ જ મિનિટમાં આ ભેળ તૈયાર થઈ શકે છે.

પૂર્વ તૈયારી : 20 મિનિટ

કેટલા લોકો માટે : 2

સામગ્રી :

 • 8, પાપડી પૂરી
 • 2 કપ, વઘારેલા સાદા મમરા,
 • ½, કપ ઝીણી સેવ,
 • 3 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી,
 • 1/3 કપ સમારેલા ટામેટાં ,
 • 1 સમારેલું લીલું મરચું,
 • 1½ ટેબલ સ્પૂન ખજૂર આંબલીની ચટણી ,
 • 1 ટેબલ સ્પૂન, લીલી ચટણી
 • 3 ટેબલસ્પૂન, લસણની ચટણી ( ખાતા હોય તો જ ),
 • ½ ટી સ્પૂનમ ચાટ મસાલા પાઉડર ,

મમરા વઘરવાની રીત :

એક કડાઈને ગેસ પર મૂકી એમાં 2 ટી સ્પૂન તેલ ધીમી આંચ પર ગરમ કરો. હવે એમાં મમરા, હળદર અને મીઠું ઉમેરી ને હલાવો. ચમચાની મદદ્થી સતત મમરાને હલાવતા રહો. આમ 3 કે ચાર મિનિટ સુધી હલાવો. અને એક બીજા વાસણમાં આ મમરાની કાઢી લો જેનાથી મમરા નીચે ચોટી કે બળી ન જાય.

રીત :

બધી જ ચટણી બનાવીને એકબાજુ બાઉલમાં કાઢીને સાઈડ પર મૂકી દો. અને વઘારેલા મમરા ચાટ પૂરી, સેવ આ બધાને એક પ્લેટમાં લઈને. હવે, 1 ચમચી લસણની ચટણીને પાણી સાથે મિક્સ કરી પાતળી કરી લો. તો લ્યો ભેળપૂરી બનાવવાની બધી જ સામગ્રી તૈયાર છે.

એક મોટા વાસણમાં કે બાઉલમાં વઘારેલાં મમરા લઈ લો. જેથી હળવવામાં સરળતા રહે.

હવે એમાં સમારેલું ટામેટું, સમારીને બાફેલું બટાકું ને સમારેલી ડુંગળી ને મરચું એડ કરીને હલાવો. એવી રીતે હલાવો કે બધુ સરસ મિક્સ થઈ જાય.

ત્યારબાદ એમાં ખજૂરની ચટણી, ગ્રીન ચટણી ને લસણની ચટણી ઉમેરી ચમચાથી હલાવો.

હવે આ તૈયાર થયેલ ભેળ ઉપર નાયલૉન સેવ અનેચાટ મસાલો ઉમેરી દો.

હવે ચમચાની મદદથી આ તૈયાર થયેલ ભેલને સારી રીતે હલાવી મિક્સ કરો ને જો જરૂર લાગે તો ભેળને ખાટી મીઠી બનાવવા માટે થોડી થોડી બધી ચટણી પણ ઉમેરી શકો છો.

હવે લીલી સમારેલી કોથમીરથી આ તૈયાર ચાટને ડેકોરેટ કરો.ને પાપડીના નાના નાના ટુકડા કરીને ભેળની વચ્ચે મૂકી શકો છો. તો તૈયાર છે તમારી ભેળ પૂરી. બે પ્લેટમાં કાઢી ને અલગ અલગ ચટણી સાથે સર્વ કરો.

નોંધ :

જો તમારે અલગ અલગ ભેળ પીરસવાની હોય તો તમે આવી રીતે ન બનાવતાં. ચાર મોટાં બાઉલ કે એલપ્લેટ લઈ એમાં ખાલી મમરા જે એડ કરો. ને બાકીનું બધું મહેમાનને એમનાં ટેસ્ટ મુજબ નીચે જેઇ રીતે કહ્યું છે એવી રીતે બનાવવાં દો. જેનથી આવનાર મહેમાન અને તમને બંનેને સરળતા રહેશે.

 • એક મોટાં બાઉલમાં સમારેલા બટાકા, ટામેટાં, ડુંગળી ને મરચાનું મિશ્રણ કરીને રાખી દો.
 • બીજા બાઉલમાં સેવ અને મમરાનું મિશ્રણ કરીને રાખી દો.
 • ચટણી બધી અલગ અલગ બાઉલમાં રાખો.
 • ખાટા સ્વાદમાટે લીંબુનો રસ અથવા સમારેલી કાચી કેરી પણ મૂકી શકો છો.
 • તમારા ટેસ્ત અનુસાર ચટણીની માત્રા રાખવી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks