ટીવીનો લોકપ્રિય શો કસૌટી ઝીંદગી કી ની અભિનેત્રી ચારવી સરાફે દિલ્લીમાં કોરોના વાયરસ ટેસ્ટ કરવા પર પોતાના અનુભવને શેર કર્યો છે. ચારવીએ જણાવ્યું કે તેને પોતાનામાં કોવિડ-19 ના લક્ષણો જોવા મળ્યા છે પણ તેનું પરીક્ષણ કરવા માટે કોઈ લેબ તૈયાર નથી.

ચારવી કસૌટી ઝિંદગી કી માં એરિકા ફર્નાડીઝની બહેનનો કિરદાર નિભાવી રહી છે. હાલના સમયમાં ચારવિને કોરોનાનો ટેસ્ટ કરવો મુશ્કેલ થઇ રહ્યો છે. ચારવીએ પોતાનો અનુભવ શેર કરતા ખુલ્લો પત્ર લખ્યો છે.

ચારવીએ લખ્યું કે,”મને કોવીડ-19 ના લક્ષણ છે, પણ દિલ્લીમાં ટેસ્ટ કરવો કેટલો મુશ્કેલ છે? જ્યારથી લોકડાઉંન થયું છે હું દિલ્લીમાં જ મારા ઘરે છું. અમે માત્ર જરૂરી વસ્તુઓ ખરીદવા માટે જ ઘરેથી બહાર નીકળતા હતા. બધું જ ઠીક હતું અને સ્વસ્થ પણ હતું. આગળના દિવસોમાં મને બેચેની લાગવા લાગી હતી અને મારા શરીરનું તાપમાન પણ વધવા લાગ્યું હતું. મને ડર લાગવા લાગ્યો હતો કે હું વાયસરથી ગ્રસિત થઇ ગઈ છું અને મને મારા પરિવારની પણ ચિંતા હતી. હું ટેસ્ટ કરાવવા માટે ખુબ કોશિશ કરતી રહી હતી પણ બધું જ વ્યર્થ રહ્યું’.

દિલ્લીમાં પણ અમારા પારિવારિક ડોક્ટરે કહ્યું કે તેની પાસે કોવિડ-19 ના ટેસ્ટ માટેની કીટ નથી. હું ઇચ્છતી હતી કે કોઈ એવું હોય જે ટેસ્ટ માટે આગળ આવે કેમ કે હું હોસ્પિટલ જવાની સ્થિતમાં ન હતી.

ત્યારે મેં અમુક સરકારી હોસ્પીટલોનો સંપર્ક કર્યો અને કોવીડ-19 હેલ્પલાઇનનો પણ સંપર્ક કર્યો. ચારવીએ કહ્યું કે હાલના સમયે તે માત્ર એક ટેસ્ટ કરાવાના હેતુથી ખુબ જ હતાશ થઇ ગઈ છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.