ખબર

નથી રહયા ક્રિકેટ દાદી, વિરાટ કોહલીની સુપરફેન ચારુલતા પટેલનું નિધન- વાંચો સમગ્ર અહેવાલ

આઈસીસી વર્લ્ડ કપ 2019 દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમની 87 વર્ષીય સુપરફેન ચારુલતા પટેલે દુનિયાને અલવિદા કહી દીધું છે. ચારુલતા પહેલ વર્લ્ડકપ દરમ્યાન સ્ટેડિયમમાં પહોંચીને ભારતીય ક્રિકેટ ટીમનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ તેમને જઈને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા અને વિરાટ કોહલીએ તેમને કેટલીક મેચની ટિકિટ ભેટ પણ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Charulata Patel |Cricket Daadi (@cricket.daadi) on

13 જાન્યુઆરીના રોજ ચારુલતા પટેલનું નિધન થયું છે. ચારુલતા પટેલના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું, ‘ખૂબ જ દુઃખ સાથે આપ સૌને જણાવવું પડી રહ્યું છે કે અમારી દાદીએ 13 જાન્યુઆરીની સાંજે 5.30 વાગે અંતિમ શ્વાસ લીધા.’

 

View this post on Instagram

 

A post shared by Charulata Patel |Cricket Daadi (@cricket.daadi) on

વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી મેચ બાદ ચારુલતા પટેલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી અને દરેક વ્યક્તિ તેમના વિશે જ વાત કરી રહયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Charulata Patel |Cricket Daadi (@cricket.daadi) on

મેચમાં ભારતીય ટીમને સમર્થન કરવા દરમ્યાન તેમનો ઉત્સાહ જોઈને વિરાટ અને રોહિત પણ દંગ રહી ગયા હતા. આ મેચ ખતમ થયા બાદ વિરાટ અને રોહિતે તેમની મુલાકાત લીધી હતી અને આશીર્વાદ પણ લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Charulata Patel |Cricket Daadi (@cricket.daadi) on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે સુપરદાદી સાથે વિરાટની તસ્વીર શેર કરી લખ્યું – ટિમ ઇન્ડિયાની સુપરફેન ચારુલતા પટેલ હંમેશા આપણા દિલોમાં રહેશે. તેમનો ખેલ પ્રત્યેનો જુસ્સો અમને પ્રોત્સાહિત કરતો રહેશે. તેમના આત્માને શાંતિ મળે.

ચારુલતા હેડિંગ્લે અને લીડ્સમાં થયેલી ભારતીય મેચમાં ટીમના સમર્થન માટે સ્ટેડિયમ આવ્યા હતા. શ્રીલંકા વિરુદ્ધ લીગ રાઉન્ડ મેચમાં ચારુલતા પટેલ આવ્યા હતા અને એ પછી વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ માટે તેમની ટિકિટ્સ અરેન્જ કરાવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.