સુષ્મિતા સેનની ભાભીએ જન્મના ત્રણ મહિના બાદ દેખાડ્યો પુત્રી જિયાનાનો ચેહરો, તસવીર શેર કરીને લખી આ વાત..

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનની ભાભી અને ‘મેરે અંગને’ ફેમ ચારુ અપોસા આ દિવસોમાં તેની મધરહૂડ જિંદગી એન્જોય કરી રહી છે. ચારુ અપોસાએ 1 નવેમ્બર 2021માં પુત્રીને જન્મ આપ્યો હતો. ચારુએ તેની છોકરીનું નામ ‘જિયાના’ રાખ્યું છે. હવે જિયાના 3 મહિનાની થઇ ગઈ છે. આ ખાસ અવસર પર ચારુએ પુત્રી જિયાનાની સુંદર તસવીરો શેર કરી હતી જે ખુબ વાયરલ થઇ રહી છે.

જિયાનાના જન્મથી લઈને અત્યાર સુધી તેમને છોકરીનું ચેહરો છુપાવીને રાખ્યો હતો પરંતુ હવે તેનો ચેહરો દેખાડી દીધો છે. જિયાના 3 મહિનાની થઇ ગઈ છે અને આ અવસર પર ચારુએ તેની પુત્રી સાથે તસવીરો શેર કરતા ચેહરો દેખાડ્યો હતો. ચારુએ જિયાના સાથેની ત્રણ તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ ક્યૂટ લાગી રહી હતી. તસવીરોને શેર કરતા ચારુએ લખ્યું હતું કે,’ત્રીજા મહિનાનો જન્મદિવસ મુબારક મારી જાન. હું તને દુનિયાની દરેક વસ્તુ કરતા વધારે પ્રેમ કરું છુ.’

તસવીરોમાં ચારુ લાડલીને ખોળામાં ઊંચકેલી છે. એક તસવીરમાં ચારુ બ્લુ કલરની સાડી પહેરેલી નજર આવી રહી છે અને અને ખોળામાં જિયાના છે અને તેને સફેદ કલરનું બેબી સૂટ પહેરેલું છે. બીજી એક તસવીરમાં ચારુ ખુરશી પર બેસેલી છે અને જિયાના ખોળામાં છે. તસવીર શેર કર્યા પછી ઘણા લોકોએ અભિનંદન આપ્યા તો કેટલાક લોકોએ છોકરીના મોઢા પર રાય આપી હતી.

ચારુએ 2019માં સુષ્મિતા સેનના નાના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કાર્ય હતા. લગ્નના થોડા સમય બાદ બંનેના અણબનાવની તસવીરો સામે આવી હતી પરંતુ ત્યારબાદ બંનેનું પેચઅપ થઇ ગયું હતું. નવેમ્બર 2021માં પુત્રીને જન્મ આપ્યા બાદ અભિનેત્રીએ ઘણું વજન પણ વધી ગયું હતું. આ કારણે ચારુએ વર્કઆઉટ કરવાનું પણ શરુ કરી દીધું હતું. આના વિશે ચારુએ તેના વ્લોગમાં કહ્યું પણ હતું.

જણાવી દઈએ કે ચારુએ ‘મેરે અંગને મેં’,’અકબર કા બલ બીરબલ’,’બાલવીર’ અને ‘કર્ણ સંગીની’ જેવા ધારાવાહિકમાં કામ કરી ચુકી છે. અત્યારે તે નાના પડદાથી દૂર છે પરંતુ તેના યૂટ્યૂબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે. ત્યાં ચારુ તેની ફેમિલીથી ચાહકોને મળાવતી રહેતી હોય છે.

Patel Meet