સુસ્મિતા સેનની ભાભી 26 દિવસની દીકરીને લઇને બહાર ફરવા નીકળી, સાસુ અને પતિ સાથે થઇ સ્પોટ- જુઓ ખુબસુરત તસવીરો

બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેનની ભાભી અને ટીવી અભિનેત્રી ચારુ આસોપા આ દિવસોમાં તેનું મધરહૂડ એન્જોય કરી રહી છે. ચારુ આસોપાએ આ મહીનાની શરૂઆતમાં જ દીકરીને જન્મ આપ્યો છે. ચારુ અને રાજીવે તેમની લાડલી દીકરીનું નામ ઝિયાના રાખ્યુ છે. કપલ તેમની ન્યુ બોર્ન બેબીના બધા નાના પળ રેકોર્ડ કરવાની કોશિશ કરી રહ્યા છે. ચારુ તેની દીકરી સાથેની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે અને અવાર નવાર પતિ અને પરિવાર સાથેની તસવીર પણ શેર કરતી રહેતી હોય છે.

હાલમાં જ તેણે તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે અને તે તેનો પતિ રાજીવ આ પળોને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. તેઓ તેમની દીકરી સાથે ઘણો સમય વીતાવી રહ્યા છે. ચારુ અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે અને હાલમાં જ ચારુ ફરી એકવાર ચર્ચામાં આવી છે અને તેનું કારણ તેનો એક વીડિયો છે. જે તેણે તેની યુટયૂબ ચેનલ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં ચારુ પહેલીવાર તેની 26 દિવસની દીકરી ઝિયાના સાથે આઉટિંગ પર નીકળી છે અને આ સાથે જ તેણે તેની સાસુ અને પતિ સથે કોફીની મજા લીધી. આ વીડિયો ઉપરાંત ચારુએ તેની લાડલી સાથે એક પ્રેમાળ તસવીર પણ શેર કરી છે, જેમાં તે ઝિયાનાને ગળે લગાવતી નજર આવી રહી છે. ચારુના ચહેરા પર સ્માઇલ પણ જોવા મળી રહી છે. ચારુએ કેપ્શનમાં લખ્યુ છે, અમારા વચ્ચે કોઇ પણ શરત વગરનો પ્રેમ વ્યક્ત કરવા માટે શબ્દ પર્યાપ્ત નથી.

આ સાથે જ તેણે નજર ના લાગે તેવી ઇમોજી બનાવી હતી.  ચારુ અને રાજીવ સેને 1 નવેમ્બર 2021ના રોજ બેબી ગર્લનું સ્વાગત કર્યુ હતુ. રાજીવે હોસ્પિટલથી તેના ન્યુ બોર્ન બેબીની ઝલક પણ શેર કરી હતી. એક તસવીરમાં તે પહેલીવાર માતા-પિતા બન્યા તેની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, 4 મે 2019ના રોજ રાજીવ અને ચારુએ તેમના સંબંધની પુષ્ટિ કરી હતી. સુસ્મિતાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી કપલના સંબંધ પર મોહર લગાવી હતી. 16 જૂન 2019ના રોજ ચારુએ રાજીવ સાથે લગ્ન કર્યા હતા.

Shah Jina