મનોરંજન

બોલ્ડ ટોપ પહેરવા પર સુસ્મિતા સેનની ભાભી ચારુને કરવામાં આવી ટ્રોલ, અભિનેત્રીએ આપ્યો આ જડબાતોડ જવાબ

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનની પત્ની અને ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા થોડા દિવસો પહેલા તેની પ્રાઇવેટ તસ્વીરોને કારણે ખૂબ ટ્રોલ થઈ હતી. બંનેની આ તસ્વીરો એના પતિ એટલે કે રાજીવ સેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી,

જે પછી સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે તેમને ઘેરવાનું શરુ કરી દીધું હતું. સોશિયલ મીડિયા યુઝર્સે એવી-એવી કૉમેન્ટ્સ કરી હતી કે આ તસ્વીરો પર પરેશાન થઈને એમને પોતાની તસ્વીરો ડીલીટ કરી દીધી હતી.

આ વિવાદ બાદ હવે એક્ટ્રેસ ચારુ અસોપા પોતાના એક વીડિયો અને તસ્વીરોને લઈને ફરીથી ટ્રોલર્સના નિશાન પર આવી ગઈ છે. એવામાં એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એમની તસ્વીરોને લઈને એમને ટ્રોલ કરનારાઓ પર જોરદાર નિશાનો સાધ્યો છે.

તાજેતરમાં જ ચારુએ રેડ હોટ ટોપમાં પોતાની તસ્વીર શેર કરી જેમાં એ ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે. આ તસ્વીરોને શેર કરતા એક્ટ્રેસે લખ્યું – ‘Love with this red sequin jacket.’ પરંતુ કેટલાક લોકોને તેનો આ આઉટફિટ પસંદ નથી આવ્યો.

પરંતુ, ચારુની આ તસ્વીરો પર, કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને તેના લૂક પર કૉમેન્ટ્સ કરી. પણ એકટ્રેસે ટ્રોલરને જોરદાર પ્રતિક્રિયા આપી હતી. જે બાદ કેટલાક યુઝર્સે આ જવાબ પર તેની પ્રશંસા પણ કરી હતી.

ચારુની આ પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી, ‘બોડી દેખાડવાનો બહુ શોખ છે.’ યુઝરની આ કોમેન્ટ પર ચારુએ જવાબ આપ્યો, મારી પાસે સારી બોડી છે તો હું બતાવીશ જ. તારી હોય તો તું પણ બતાવ.’ અને આટલું જ નહીં, આ પછી ટ્રોલર્સ એમના આ જ જવાબના કાયલ થઇ ગયા.

Image source

જણાવી દઈએ કે ગયા વર્ષે એટલે કે 16 જૂન 2019ના રોજ રાજીવ સેન અને ચારુ અસોપા એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. એમના લગ્ન ગોવામાં હિન્દૂ વિધિથી થયા હતા, જે પછી સોશિયલ મીડિયા પર એમની કેટલીય તસ્વીરો અને વીડિયોઝ સામે આવ્યા હતા. ગોવામાં લગ્ન કરતા પહેલા બંનેએ કોર્ટમેરેજ કર્યા હતા.

જણાવી દઈએ કે તાજેતરમાં રાજીવે ચારુ સાથેની કેટલીક ઇન્ટિમેટ તસ્વીરો શેર કરી હતી, જે ખૂબ જ વાયરલ થઇ હતી. આ તસ્વીરો વાયરલ થતાંની સાથે જ બંનેએ સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, લોકોએ આ બંનેની તસ્વીરો પર ખૂબ જ ખરાબ કૉમેન્ટ્સ કરી હતી.

આ મુદ્દે ચારુએ કહ્યું હતું કે – ‘લોકોના મેસેજ જોઈને મેં રાજીવને કહ્યું કે મેં તને ના પાડી હતી કે આ ફોટો શેર ન કરતા, હવે જો આપણે બંને જ ટ્રોલ થઇ રહયા છીએ. પણ પછી અમે બંનેએ જ આને ઇગ્નોર કરી દીધા. મને લાગે છે કે દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી.’

રાજીવને લઈને ચારુએ કહ્યું હતું, ‘લગ્ન પછી પણ હું રાજીવને સમજવાનો પ્રયત્ન કરું છું. દર વખતે હું રાજીવ વિશે નવી વસ્તુઓ જાણવા મળે છે. એવામાં કેટલીકવાર અમારા વચ્ચે લડાઈ પણ થઇ જાય છે. મને લાગે છે કે લગ્ન એ રોલ-કોસ્ટર રાઈડ છે. જેમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે.’