મનોરંજન

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ચારુ અસોપા વચ્ચે દરાર, તૂટવાની કગાર પર આવી ગયો સંબંધ?

બૉલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપાના લગ્નનો એક વર્ષ જેટલો જ સમય થયો હતો કે ચોંકાવનરી ખબર સામે આવી છે. મળેલી જાણકારીના આધારે બંને વચ્ચે આગળના અમુક સમયથી અનબન અને મતભેદ ચાલી રહ્યો છે, અને બંન્નેના સંબંધમાં તિરાડ આવી ગઈ છે.

બંન્ને વચ્ચે આવેલી કડવાશને લીધે રાજીવ ચારુને છોડીને દિલ્લી પાછો ચાલ્યો ગયો છે જયારે ચારુએ પણ રાજીવને સોશિયલ મીડિયા પર બ્લોક કરીને પોતાની સરનેમ પણ બદલી નાખી છે.

મળેલી જાણકારીના આધારે 29 મૈં થી ચારુ સાથે થયેલા ઝગડાથી રાજીવ સેન દિલ્લી આવી ગયો હતો અને ત્યારથી તે ત્યાં જ રહી રહ્યો છે. આ બીજી વાર થયું છે કે બંન્ને વચ્ચે ઝઘડો થવાની ખબર સામે આવી હો. તેની પહેલા પણ બંન્ને વચ્ચે વિવાદ થવાની ખબર જાણવા મળી હતી.

અત્યાર સુધી ચારુ સોશિયલ મીડિયા પર પોતાનું નામ ‘ચારુ અસપા સેન’ લખતી હતી પણ પતિ સાથે થયેલા ઝઘડાથી તેણે પોતાના નામ માંથી સેન હટાવીને માત્ર ચારુ અસપા જ રાખ્યું છે. રિપોર્ટના આધારે શરૂઆતથી જ બંન્ને વચ્ચે તાલમેલ બનતો ન હતો, અને રાજીવના દિલ્લી ગયા પછી બંને એકબીજાના સંપર્કમાં પણ નથી. રાજીવે પણ ચારુને પોતાના દરેક એકાઉન્ટમાંથી બ્લોક કરી નાખી છે.

આગળના અમુક દિસવો પહેલા જ ચારુએ પતિ સાથેની રોમેન્ટિક તસ્વીર શેર કરી હતી, જેમાં બંન્ને ખુબ એન્જોય કરતા જોવા મળ્યા હતા, પણ આ તસ્વીરો લોકોને થોડી આપત્તીજનક લાગી હતી અને તેની આલોચના પણ કરી હતી. ચારુએ ટ્રોલર્સને કરારો જવાબ આપતા કહ્યું હતું કે,”મને આ સમજણમાં નથી આવતું, જીવો અને જીવવા દો.

લોકો ખુબ જ નકારાત્મક થઇ ગયા છે. અને તમે માત્ર એ જ કરી શકો છો કે આ બધા પર ધ્યાન ન આપીને આગળ વધી શકો છો. નકારાત્મકતાને પોતાના પર હાવી ન થવા દો. મને પણ એજ સાચું અને યોગ્ય લાગી રહ્યું છે”.

ચારુ અને રાજીવે એકબીજા સાથે 6 મહિના સુધી ડેટ કર્યા પછી ક્રિશ્ચિયન અને બંગાળી રીત રિવાજોથી લગ્ન કર્યા હતા. આ સિવાય બંન્નેએ કોર્ટ મેરેજ પણ કર્યા હતા.

ચારુને સિરિયલ ‘અગલે જન્મ મોહે બીટીયા હી કીજો’ દ્વારા ખુબ સફળતા મળી હતી જેના પછી તેણે પાછું વળીને જ ન જોયું અને આગલ વધતી ગઈ. ચારુ મેરે અંગને મેં, બડે અચ્છે લગતે હૈં, દેવો કે દેવ મહાદેવ, ટશન-એ-ઇશ્ક અને યે રિશ્તા ક્યાં કહેલાતા હૈં જેવી સિરિયલોમાં કામ કરી ચુકી છે.