મનોરંજન

જાણો કોણ છે સુસ્મિતા સેનની ભાભી? 3 વર્ષ પહેલા આ કારણે તૂટી હતી સગાઈ, દેખાય છે ખુબ જ હોટ

મિસ યુનિવર્સ સુસ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. સુસ્મિતાની ભાભી ખુબ જ સુંદર અને હોટ છે. સુસ્મિતાનો ભાઈ અને તેની પ્રેમિકાએ લગ્ન કરી લીધા છે. તે બનેંની સગાઈ પણ થઇ ગઈ હતી. છેલ્લા એક વર્ષથી તે બંને એક બીજાને ડેટ કરી રહ્યા હતા.

Image Source

સુસ્મિતાની ભાભી છે અભિનેત્રી ચારુ આસોપા. જે ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી છે. ઘણા ઓછો લોકો એ વાત જાણે છે કે રાજીવ સાથે સગાઈ કરતા પહેલા ચારુ કોઈ બીજાના પ્રેમમાં હતી. તેની સગાઈ પણ તૂટી ગઈ હતી.

Image Source

ચારુ આસોપાને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ થઇ ગયા છે. ચારુએ પોતાના કેરિયરની શરૂઆત 2009માં “અગલે જનમ મોહે બીટીયા હી કીજો” દ્વારા કરી હતી. ત્યારબાદ તેને “યે રિશ્તા ક્યાં કહેલાતા હે” અને “બાલવીર” જેવી ધારાવાહિકોમાં કામ કર્યું.  જો કે તેને ઓળખાણ “મેરે અંગને મેં” ધારાવાહિક દ્વારા મળી. આ ધારાવાહિકમાં સાથી અભિનેતા નીરજ માલવીય સાથે તેના સંબંધની ખબરો હતી.

Image Source

“મેરે અંગને મેં” ધારાવાહિકમાં ચારુ અને નીરજ માલવીયએ ભાઈ બહેનનો અભિનય કર્યો હતો. એટલું જ નહીં આ બંનેએ વર્ષ 2016માં સગાઈ પણ કરી લીધી હતી. એવી પણ વાત સામે આવી હતી કે તે બંને વર્ષ 2017માં લગ્ન પણ કરવાના છે. પરંતુ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. એવું પણ કહેવામાં આવે છે કે બંને વચ્ચે મનમેળ તૂટી જતા સંબંધ તૂટ્યો હતો.

Image Source

વાત જો સુસ્મિતાનાં ભાઈની કરીએ તો તે પહેલા કૃતિ સૅનનની બહેન નૂપુરને ટેડ કરી રહ્યો હોવાની ખબર સામે આવી હતી. સુસ્મિતાનો ભાઈ રાજીવ એક મોડેલ છે. એવું પણ કહેવામાં આવે છે કે જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે.

Image Source

ચારુ બાઈક રાઇડિંગ અને ડાન્સિંગની ખુબ જ શોખીન છે. ચારુ સ્ટેટ લેવલ બેડમિન્ટન અને ખોખો ખેલાડી પણ રહી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.