બુર્જ ખલીફાની સામે કર્યું રોમાંસ, 7 તસવીરો જોતા જ લોકો આંખ બંધ ન કરી શક્યા
કોરોના વાયરસના કારણે લાંબો સમય ઘરમાં વિતાવ્યા બાદ હવે છૂટછાટ મળવાની સાથે ઘણા લોકો વેકેશન માણવા માટે પણ નીકળી ગયા છે. જેની અંદર બોલીવુડના સ્ટાર્સ અને ટીવીના સિતારાઓ પણ સામેલ છે. જેમની ઘણી તસવીરો સામે આવી રહી છે. હાલમાં જ સુસ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન અને સુસ્મિતાનાં ભાભી ચારુ આસોપા દુબઈની અંદર રજાઓ માણતા જોવા મળ્યા છે. જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

હાલમાં જ ચારુ અને રાજીવ બંનેએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોતાની રોમેન્ટિક વેકેશન મનાવતી તસવીરો ચાહકો સાથે શેર કરી છે.

સામે આવેલી તસ્વીરોમાં ચારુ અને રાજીવ બંને બુર્જ ખલિફા સામે રોમાન્ટિક પોઝ આપતા નજર આવી રહ્યા છે. જેમની તસ્વીર ઉપર ચાહકો ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ચારુ અને રાજીવની વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર ચારુ ગોલ્ડન રંગના ડ્રેસમાં દેખાય છે તો તેનો પતિ રાજીવ બ્લેક હુડીમાં નજર આવી રહ્યો છે.

ચારુ અને રાજીવ ટીવીનું ખુબ જ ચર્ચિત કપલ છે. તેમને ઘણા લોકો પસંદ પણ કરે છે, અને તેમની તસવીરો ઉપર પ્રેમ પણ વરસાવે છે. તેમના લગ્ન અને હનીમૂનની પણ ઘણી તસવીરો વાયરલ થઇ હતી.

તો થોડા સમય પહેલા એવી પણ ખબરો આવી હતી કે સુસ્મિતા સેન જલ્દી જ ફોય બની શકે છે. ચારુ અને રાજીવ બાળક માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે.

રાજીવે કહ્યું હતું કે લગ્ન ફક્ત મારા અને મારી પત્ની અને મારા વિષે નથી, પરંતુ ભવિષ્યમાં થવા વાળા અમરા બાળક માટે પણ છે. જ્યારે યોગ્ય સમય હશે ત્યારે અમે જાહેર રીતે એ જોનમાં જઈશું.