શું તમે પણ બેડમાં સુતા સુતા કરો છો તમારો ફોન ચાર્જ ? તો આજે જ બદલી નાખો આ આદત, નહિ તો આવી શકે છે આવું ગંભીર પરિણામ

હાલના સમયમાં મોબાઈલ એ જીવન જરૂરિયાતનું એક મહત્વનું સાધન બની ગયું છે, ત્યારે આજે લોકો પોતાના ઘરમાં પણ મોબાઈલ ચાર્જ કરવા માટે એવી જગ્યાએ ચાર્જિંગ પોઇન્ટ લગાવે છે જ્યાં તેમને આરામથી બેસીને મોબાઈલ ચાર્જ થતા થતા તેને વાપરી પણ શકાય, ઘણા લોકો પોતાના બેડ પાસે જ ચાર્જિંગ પોઇન્ટ રાખે છે અને સુતા સુતા પણ મોબાઈલ ચાર્જ કરતા હોય છે. પરંતુ આવું કરવું જોખમ કારક બની શકે છે.

ક્યારેક ફોન ચાર્જ થતો રહે છે અને વ્યક્તિ ઊંઘી પણ જાય છે. આ સ્થિતિમાં અકસ્માતની શક્યતા વધી જાય છે. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. આમાં એ જોઈ શકાય છે કે બેડ પર ખરાબ કે તૂટેલા વાયરવાળા ચાર્જરથી મોબાઈલ ચાર્જ કરવાની આદત કેટલું નુકસાન કરી શકે છે.

આ તસવીરો ‘ઓસ્ટ્રેલિયા ફાયર ડિપાર્ટમેન્ટ’ દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવી હતી. જેમાં તમે જોઈ શકો છો કે મોબાઈલનો ચાર્જિંગ કેબલ બેડશીટ પર છે, જે બળી ગયો છે. આ સિવાય ચાદર ઉપર તાર સળગી જવાની છાપ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. ચાર્જિંગ કેબલ સળગી જવાને કારણે વાયરનું પ્રોટેકટીંગ કોટિંગ ઉતરી ગયું છે, જેના કારણે ચાદર પર પણ બળવાના નિશાન જોવા મળ્યા છે.

આ તસવીરો શેર કરતાં લખવામાં આવ્યું છે કે, ” શું તમારા બાળકોને ક્રિસમસ માટે ટેબલેટ અથવા ફોન મળ્યો છે ? તો નક્કી કરો કે પથારીમાં ક્યારેય ઇલેક્ટ્રોનિક્સ ચાર્જ ના કરો. તેને નિર્માતાઓના દિશાનિર્દેશોનું પાલન કરતા શીખવાડો. એક સપાટ જગ્યા ઉપર ચાર્જ કરો. જ્યાં કોઈ જ્વલનશીલ પદાર્થ ના હોય. ધ્યાન રાખો કે કનેક્ટર કે પલંગમાં કોઈ વિદેશી વસ્તુ ના હોય અને સસ્તા સામાનથી પણ બચો.”

આ પોસ્ટ અનુસાર ચાર્જિંગ કેબલનો ઉપયોગ કરતા પહેલા તેની સ્થિતિ તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અલબત્ત જો વાયરમાં કોઈ ભૂલ હોય, તો તેને તરત જ બદલવો જોઈએ. તૂટેલા વાયરથી ઈલેક્ટ્રોનિક્સ ચાર્જ કરવાથી આગ લાગી શકે છે.

Niraj Patel