ખબર

જો આ જગ્યાએ મોબાઈલ ચાર્જ કરશો તો ખાલી થઇ શકે બેંક એકાઉન્ટ, SBI એ આપી ચેતવણી

આજના સમયમાં મોબાઈલ ફોન દરેક લોકોનું રોજીંદુ સાધન બની ગયું છે. ફોન વગર અમુક કલાકો વિતાવવી પણ લોકો માટે અશક્ય બની ગયું છે. એવામાં જો ફોન અચાનક ડિસ્ચાર્જ થઇ જાય તો લાગે છે કે જીવનની સૌથી મોટી સમસ્યામાં ફસાઈ ગયા છીએ. આવી સ્થિતિમાં લોકો જલ્દી જ ફોન ચાર્જ કરવાની કોશિશમાં લાગી જાય છે. ઘણીવાર તો રેલવે સ્ટેશન,એરપોર્ટ, ટ્રેન કે હોટેલમાં પણ ફોન ચાર્જ કરવાની જરૂરિયાત આવી પડે છે.

Image Source

પણ આવી જગ્યાએ ફોન ચાર્જ કરતા પહેલા તમારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. કેમ કે આવું કરવું તમારા મોબાઈલમાં રહેલા દરેક ડેટા હૈકર્સ સુધી પહોંચી શકે છે અને તમે મોટી સમસ્યામાં મુકાઈ શકો છો. ફોન ચાર્જ કરવાના અમુક મિનિટો પછી જ બધા જ ડેટા હૈક થઇ શકે છે.

Image Source

આવા પ્રકારની સમસ્યા માંથી બચવા માટે ભારતીય સ્ટેટ બેન્ક(SBI)એ લોકોને ટ્વીટ કરીને સાવધાન કર્યા છે. બેંકે પોતાના ગ્રાહકોને સલાહ આપતા કહ્યું કે,”ચાર્જિંગ સ્ટેશન પર ફોન ચાર્જ કરતા પહેલા બે વાર વિચારો, કેમ કે મૈલવેયર(એક પ્રકારનો કોમ્પ્યુટર સોફ્ટવેર) તમારા ફોનને અસર કરી શકે છે અને ક્ષણવારમા તમારું ખાતું ખાલી થઇ શકે છે. કેમ કે તમારા ડેટા અને પાસવર્ડ તરત જ હૈકર્સ પાસે પહોંચી શકે છે.

મૈલવેયર ચોરી શકે છે બધા ડેટા:
બેન્ક દ્વારા કહેવામાં આવ્યું કે મૈલવેયર તમારા ફોનમાં ઘૂંસીને તમારા તમામ ડેટા અને પાસવર્ડ હૈકર્સ સુધી પહોંચાડી શકે છે. માટે કોઈપણ ચાર્જિંગ સ્ટેશન પર ફોન ચાર્જ કરવાથી બચો. મૈલવેયર તમારા પેમેન્ટ ડેટા, ક્રિડેન્શિયલ અને બેન્ક ખાતામાંથી પૈસા ચોરી કરી શકે છે. બેંકે કહ્યું કે જૂસ જૈકીંગને લીધે તમારા ખાતામાં પડેલા બધા જ પૈસા ઉડી શકે છે અને તમે કંગાળ બની શકો છો.

Image Source

શું છે આ જૂસ જૈકીંગ(juice jacking)?:
જૂસ જૈકીંગ એક પ્રકારનો સાઇબર અટૈક છે, જે ફોનના ચાર્જિંગ પોર્ટની મદદથી કામ કરે છે. મોટાભાગે દરેક ફોનમાં ચાર્જિંગ પોર્ટ પણ ડેટા કનેક્શન અને યુએસબીના આધારે ઉપયોગમાં લેવામાં આવે છે. જેની મદદથી હૈકર્સ તમારા ફોનમાં મૈલવેયર ઇન્સ્ટોલ કરી શકે છે કે પછી તમારા ફોનથી ડેટા કોપી કરી શકે છે.

Image Source

જૂસ જૈકીંગથી બચવા માટે બેંક દ્વારા આપવામાં આવેલા ઉપાયો:</strong >
1. ચાર્જિંગ સ્ટેશન પર ઇલેક્ટ્રિક સોકેટ પહેલા ચેક કરી લો.

2. તમારા ચાર્જિંગ કેબલથી જ ચાર્જિંગ કરો.

3. હંમેશા ડાયરેક્ટ ઇલેક્ટ્રિક આઉટલેટથી જ ચાર્જિંગ કરો.

4. શક્ય હોય ત્યાં સુધી સારી કંપનીની પાવર બેન્ક સાથે રાખો જેથી પાવર સ્ટેશન પર ચાર્જિંગ કરવાની જરૂરિયાત ન રહે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.