ફિલ્મી દુનિયા

ટીવીનો આ એક્ટર પત્નીને ખોળામાં બેસીને કાર ચલાવતા થયો અકસ્માત, અકસ્માતમાં 6 લોકો… જાણો વિગત

લગભગ ત્રણ મહિના પહેલા પોલીસે ટીવી એક્ટર શાહબાઝ બાદીની ગાડી સાથે ટકરાઈને બે લોકોના મૃત્યુના કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. આરએકે માર્ગ પોલીસે ચાર્જશીટમાં ઘટનાને નજરે જોનારા એક સાક્ષીની જુબાની પર લખ્યું છે કે જ્યારે શાહબાઝે ગાડી પર કાબૂ ગુમાવ્યો ત્યારે તેની પત્ની અમરીન તેના ખોળામાં બેઠી હતી. જોકે, શાહબાજે દાવો કર્યો છે કે, ટક્કર બાદ કાર પલટી જવાને કારણે અમરીન તેની સીટ પરથી નીકળી ગઈ હતી, અને અકસ્માત પહેલા કોઈએ અમરીનને તેના ખોળામાં બેસેલી જોઈ નથી.

Image Source

સરકારી વકીલે દાવો કર્યો છે કે આ અકસ્માત બાદ આ જગ્યાએ હાજર લોકોએ જોયું હતું કે શાહબાઝનો એક પગ બ્રેક પર અને બીજો ગિયરબોક્સ પાસે હતો, જેનાથી એવી માનવામાં આવે છે કે અકસ્માત સમયે તે શાહબાઝની પત્ની તેમના ખોળામાં બેઠી હતી. જો કે, શાહબાઝના વકીલે અકસ્માતની થોડી જ વાર પહેલા લેવાયેલી સેલ્ફી અને વીડિયો દ્વારા દલીલ કરી છે કે સરકારી વકીલનો આરોપ ખોટો છે.

આ સેલ્ફી અને વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે કાર પલટવાને કારણે અમરીન તેની સીટ પરથી નીકળી ગઈ. તેણે દાવો કર્યો હતો કે અમરીને સીટ બેલ્ટ પહેર્યો હતો. શાહબાઝે કહ્યું કે તેમના બ્લડ રિપોર્ટથી પણ સાબિત થયું છે કે અકસ્માત સમયે તેણે દારૂ પીધો ન હતો, તેથી હવે તેના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ કપલ ખોટી રીતે બેઠું હતું. સાથે જ શાહબાઝે એમ પણ કહ્યું કે કોઈએ તેમની પત્નીને તેમના ખોળામાં બેસેલી નથી જોઈ. એડિશનલ સેશન્સ જજે શાહબાઝને જામીન આપતાં કહ્યું હતું કે, તે કોઈ આયોજિત ગુનો છે કે અકસ્માત છે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.

Image Source

નોંધનીય છે કે 9 જૂને શિવડીમાં ઝકરિયા બંદર બસ સ્ટોપ પર શાહબાઝની કારે ૬ લોકોને ટક્કર મારી હતી, જેમાં 2 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા, જયારે શાહબાઝ, તેની પત્ની અને બે લોકો ઘાયલ થયા હતા.

શાહબાઝ પર IPC કલમ 279 (બેદરકારીથી ઝડપી ગાડી ચલાવવી) અને 304-એ (બેદરકારીને કારણે મોત) ની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં, 13 જૂને, તેમની કલમ 304-II(કોઈ કારણ વિના હત્યા) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જો કોઈ ગુનો સાબિત થાય તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.