ખબર

હુકમથી / જો આજથી માસ્ક સાથે આ વસ્તુ ના પહેરી તો 500 રૂપિયા કાઢી રાખજો

હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. કોરોનાના કારણે માસ્ક પહેરવાનું ફરજીયાત કરી દીધું છે. માસ્ક ના પહેરવામાં 1 હજારનો દંડ વસુલવામાં આવે છે. આ વચ્ચે પ્રજાને  વધુ એક બોજો સહન કરવો પડશે.

Image source

ગુજરાત પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ના પહેરવા પર દંડ વસુલવામાં આવશે. ગુજરાતના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા 9 સપ્ટેમ્બરથી 20 સુધી હેલ્મેટના પહેરવા પર સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે. આજથી જ ચાલકોએ હેલ્મેટ નથી પહેર્યું હોય તેને 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. ટ્રાફિક પોલીસ દ્વારા 20 સપ્ટેમ્બર સુધી આ મેગા ડ્રાઈવ ચાલશે.

Image source

નોંધનીય છે કે, વરસાદી વાતાવરણમાં માસ્ક ઉપર હેલ્મેટ પહેરવાથી વિઝિબ્લિટી ઘટી જતી હતી. આ કારણને લઈને પોલીસ દંડ ફટકારતી ના હતી. પરંતુ હાલમાં જ વરસાદે વિરામ લીધો હોય અને રોડ પર અકસ્માતના બનાવો પર બની રહ્યા છે. તે કારણે પોલીસે ફરીથી હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમાં મુક્યો છે. આ પહેલા ઈ-મેમો દ્વારા હેલ્મેટના પહેરવા પર દંડ ફટકારવામાં આવતો ના હતો. પરંતુ હવે હેલ્મેટ નહીં પહેર્યું હોય તેવા કિસ્સામાં રૂબરૂમાં અને સીસીટીવી દ્વારા ઈ-મેમો ફટકારીને દંડ વસુલવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.