ખબર

IRCTC લઈને આવ્યું છે ચારધામની યાત્રાનું પેકેજ, વધુ વિગતો જાણો એક ક્લિકે

આપણે સૌ જાણીએ છીએ કે,ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથને ચારધામની યાત્રા કહેવાય છે. હિન્દૂ ધર્મમાં આ ચાર ધામ યાત્રાનું અનેરું મહત્વ છે.બધા લોકો ઇચ્છતા હોય છે કે, ચાર ધામની યાત્રા એકવાર તો કરવી જ જોઈએ. ચારધામ યાત્રાના કપાટ શિયાળાની સીઝન એટલે કે, ઓક્ટોબર- નવેમ્બર મહિનામાં દેવામાં આવે છે. આ કપાટ એપ્રિલ-મે મહિનામાં ખોલવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ આ કપાટ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી.

Image Source

જો તમે પણ આ વર્ષ ચારધામની યાત્રા કરવા માંગતા હોય તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ અંતર્ગત 54 હજાર રૂપિયામાં તમે ફ્લાઈટમાં ટ્રાવેલ કરીને ચારધામની યાત્રા કરી શકો છો.

IRCTCની ઓફિશિયલ વેબસાઈટમાં આપેલી માહિતી પ્રમાણે આ ચાર ધામ યાત્રાનું નામ ‘ચારધામ યાત્રા એક્સ મુંબઈ’ છે. આ યાત્રા 12 રાત અને 13 દિવસની છે. આ પેકેજમાં યાત્રીઓને ચારધામ- બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા પ્લેનમાં કરાવવામાં આવશે. આ ટૂર 16 મે 2020 અને 30 મે 2020ના રોજ મુંબઈથી શરૂઆત થશે.

આ ચાર ધામ પેકેજ અંતર્ગત યાત્રાળુઓને યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથની સાથે હરિદ્ધાર અને ઋષિકેશની યાત્રા થશે. ટુર પેકેજની વાત કરવામાં આવે યાત્રાળુઓને ઈકોનોમી ક્લાસની ફ્લાઈટ ટિકિટ સાથે આવવા-જવાનું ભાડું, રોકાવવાની વ્યવસ્થા, ખાવાપીવાની સુવિધા, AC બસમાં સાઈટ સીઈંગની સુવિધા આપવામાં આવશે.


ટૂર પેકેજના ટેરિફની વાત કરવામાં આવે તો સિંગલ વ્યક્તિએ મુસાફરી માટે 87,690 રૂપિયા ચૂકવવા પડશે. ડબલ ઓક્યુપન્સી માટે પ્રતિ વ્યક્તિ 56,190 રૂપિયા અને ટ્રીપલ ઓક્યુપન્સીમાં પ્રતિ વ્યક્તિ 53,990 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમે 5-11 વર્ષના બાળકને પોતાની સાથે લઈ જવા માગતા હો તો તેના માટે અલગબેડ લેશો તો 48,790 રૂપિયા ખર્ચ કરવો પડશે. જ્યારે 2-11 વર્ષના બાળક માટે અલગ બેડ નહીં લો તો 39,980 રૂપિયા આપવા પડશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.