કૌશલ બારડ દિલધડક સ્ટોરી નારી વિશે લેખકની કલમે

ચાર વર્ષની બાળકીની અસાધારણ યાદશક્તિએ વિશ્વરેકોર્ડ નોંધાવ્યો, 84 સેકન્ડમાં અનેક દેશોના ધ્વજની સાથે રાજધાનીઓનાં નામ પણ કહી દીધાં!

ખ્યાલ કરો જોઈએ, કે તમને હાલ કેટલા દેશોના નામ એમની રાજધાનીઓ સાથે મોઢે છે? રાજધાનીને છોડો, કેટલા દેશોના નામ જાણો છો એટલું વિચારો. અથવા એટલું જ કહી દો કે એશિયા ખંડમાં કેટલા દેશ છે? જેનું જનરલ નોલેજ સારું હશે એ પણ વધીને વીસેક નામથી આગળ નહી વધી શકે ખરું ને?

હજી એક સવાલ રહી ગયો: રાષ્ટ્રધ્વજ જોઈને તે ક્યાં દેશનો છે એ કહી શકો? તિરંગા સિવાય! એક તો પાકિસ્તાનનો યાદ હોય અને બીજા ક્રિકેટ રમતા ચાર-પાંચ દેશોનો વર્તારો નીકળી જાય એટલું જ! એનાથી વધારે માહિતી આપણને હોતી નથી.

પણ ચેન્નઈની એક 4 વર્ષની બાળકીએ આ બાબતમાં જે જ્ઞાન બતાવ્યું છે એ જાણીને તમે ચોક્કસ ચોંકી જશો:

તમિલનાડુના ચેન્નઈ શહેરની નાનકડી બાળકી વેયાશિનીની આ વાત છે. ચાર વર્ષની બાળકીને વળી કોઈ ધોરણમાં તો મૂકવાની હોય નહી! પોતાના શેરીમિત્રો ભેગી તે સ્કુલે જતી અને રિસેસમાં લંચ પતાવીને આનંદ કરતી.

આ જ વેયાશિનીએ પોતાની અદ્ભુત યાદશક્તિની મદદથી ‘ટ્રાયમ્ફ વર્લ્ડ રેકોર્ડ’ પોતાના નામે દર્જ કરી લીધો. તેમણે એશિયામાં આવેલા કુલ 49 દેશોનાં નામ તેમના ધ્વજના આધારે કહી બતાવ્યાં અને એ સાથે જ રાજધાનીઓનાં નામ પણ કહી દીધાં. અને હા, એ પણ માત્ર 84 સેકન્ડના જ સમયગાળામાં!

સામે રાખેલા બોર્ડ પર બધા દેશના રાષ્ટ્રધ્વજોના ચિત્રો રાખવામાં આવેલા. જે ધ્વજ તરફ ઇશારો થાય એનું નામ અને એ દેશની કેપિટલનું નામ વેયાશિની કડકડાટ બોલી જાય. ટ્રાયમ્ફ વર્લ્ડ રેકોર્ડની ઓફિશિયલ એન્ટ્રી લેનારી ટીમ પણ ત્યાં હાજર હતી. વેયાશિનીના નામે આ રેકોર્ડ દર્જ થયો. ટ્રાયમ્ફે જણાવ્યું, કે અગાઉ પણ આ રેકોર્ડ 4 વર્ષની જ ઉંમરનાં બાળકને નામે નોંધાયેલો હતો પણ વેયાશિનીએ તે એટલા માટે તોડી પાડ્યો કે તેમણે રાજધાનીઓનાં નામ પણ લીધાં હતાં.

આશ્વર્યની વાત છે ને? આપણે આટલી ઉંમરે પણ માંડ આંગળીના વેઢે ગણાય એટલા દેશો વિશે આ બાબતો જણાવી શકીએ અને વેયાશિની તો માત્ર ચાર વર્ષનું બાળક! ઇશ્વર અમૂક ગુણો તો જન્મજાત આપતો જ હશે. અલબત્ત, એને નિખારવા માટે ચોક્કસ કઠોર મહેનત કરવી પડતી હોય છે. વેયાશિનીએ પણ કરી જ હશે!

ટ્રમ્ફ વર્લ્ડ રેકોર્ડ આપતી સંસ્થા તમિલનાડુની છે. એમનું કામ જ આવી ઉગતી અને અછતી રહેતી પ્રતિભાઓને નિખારવાનું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામનું એક ધ્રુવવાક્ય એમના મોટો તરીકે નોંધાયેલું છે કે, ‘મહાન સ્વપ્ન જોનારા સ્વપ્નધારીઓનાં સપનાં હંમેશા સાકાર થાય છે.’

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks