ચાપડી ઉંધીયુ એ એક રાજકોટ ની લોકપ્રીય ડીનર ડીશ છે. જે હાલ મા પુરા ગુજરાત મા તમને ખાવા મળી શકે છે. ચાપડી ઉંધીયુ મા ઉંધીયુ એ પરંપરાગત ઉંધીયા કરતા થોડુ અલગ છે. અને વધારે રસા વાળુ હોય છે. જ્યારે ચાપડી એ એક નાની ભાખરી જેવી ગોળ આકાર ની તળેલી વાનગી છે. આ વાનગી રાજસ્થાની દાલ બાટી ને મળતી આવે છે.
આ ઉંધીયુ સ્વાદીષ્ટ ની સાથે સાથે હેલ્ધી પણ એટલુ જ છે કારણ કે આમા લીલા શાકભાજી વધારે આવે છે. આ ચાપડી ઉંધીયુ બનાવા માટે આપણે પહેલા ઉંધીયુ બનાવશુ અને પછી ચાપડી.
ઉંધીયુ બનાવવા માટે ની સામગ્રી:
- ૧ ચમચી – કોથમરી
- ૧ – સુકુ લાલ મરચુ, ૧ લવીંગ, તમાલ પત્ર, તજ સ્ટીક
- ૧ ચમચી – ગરમ મસાલો
- ૨ – મધ્યમ ડુંગળી
- ૨ – લીલા મરચા
- ૪-૫ – લસણ ની કળી
- ૧ ચમચી – આદુ
- ૨ – મોટા ટમેટા
- ૧/૨ ચમચી – હીંગ, ૧/૨ – ચમચી રાઈ, ૧/૨ ચમચી – જીરુ, ૧ ચમચી – ધાણાજીરૂ
- ૨ ચમચી – લાલ મરચુ પાઉડર
- એક ચપટી – હળદર પાઉડર
- મીઠું – સ્વાદ અનુસાર
- તેલ જરૂરિયાત મુજબ
- ૨ – બટેટા
- ૨ – રીંગણા
- ૫૦ ગ્રામ – જેટલુ ફ્લાવર
- ૧/૨ કપ – વાલોળ
- ૧/૨ કપ – વટાણા
- કેટલા લોકો માટે : ૩ થી ૪
ચાપડી ઉંધીયુ બાનાવા ની વીધી:૧) સૌપ્રથમ બધા શાકભાજી ને સુધારી લ્યો એને થોડા મોટા સુધારો. ત્યાર બાદ આદુ, લસણ, લીલા મરચા અને ટમેટા ની ગ્રેવી બનાવો.
૨) હવે એક મધ્યમ સાઈઝ ના કુકર ને ધીમી આચ ઉપર ગેસ ઉપર રાખો. તેમા બે ચમચી તેલ ને નાખો અને જ્યારે તેલ મધ્યમ ગરમ થઈ જાય પછી તેમા એક સુકુ લાલ મરચુ નાખો અને થોડુ એને શેકાવા દો. પછી તેમા તમાલ પત્ર, તજ સ્ટીક, લવીંગ, કડી પત્તા, આખુ જીરૂ નાખો થોડુ ચડવા દો અને પછી એક ચમચી રાઈ નાખો.
૩) ત્યાર બાદ તેમા આપણે આગળ બનાવેલી આદુ મરચા ટમેટા અને લસણ ની બનાવેલી ગ્રેવી ને નાખો. અને સારી રીતે મીક્સ કરી લ્યો. બધુ મીક્સ થઈ જાય પછી એક ચમચી ગરમ મસાલો નાખો, એક ચમચી ધાણા જીરુ નાખો અને હળદર ને નાખો. એક ચમચી લાલ મરચુ પાઉડર નાખો. તેમા સ્વાદ અનુસાર મીઠું નાખો. પાછા બધા મસાલા ને સારી રીતે મીક્સ કરી લ્યો.
૪) આ ગ્રેવી મીશ્રણ તૈયાર થઈ જાય પછી તેમા હીંગ નાખો તમે ધારો તો હીંગ ને પહેલા પણ નાખી શકો છો. આમા છેલ્લે નાખવા થી સોડમ આવશે.૫) જ્યારે આ મીશ્રણ ઉકળવા લાગે ત્યારે તેમા આપણે બધા સુધારેલા શાકભાજી ને નાખો અને સારી રીતે મીક્સ કરી લ્યો. પછી તેમા એક ગ્લાસ જેટલુ પાણી નાખો અને પછી કુકર નુ ઢાંકણ બંદ કરી લ્યો.
૬) મધ્યમ આચ ઉપર આને બે સીટી થાય ત્યા સુધી ચડવા દો. જ્યારે કુકર ઠરી જાય ત્યારે તેને ખોલો અને તૈયાર થયેલા શાક ને થોડુ હલાવો. તેમા રસો બળી ગયો હશે. માટે આ શાક મા અડધો ગ્લાસ પાણી ને નાખો અને એને મધ્યમ આચ ઉપર ઉકળવા દો. તેમા પહેલા પાણી ના ભાગ નુ મીઠુ ન નાખ્યુ હોય તો થોડુ મીઠુ નાખો જ્યારે શાક ઉકળી જાય ત્યારે તેને એક બાઉલ મા કાઢો. તૈયાર છે ઉંધીયુ હવે આપણે ચાપડી બનાવશુ.ચાપડી બનાવા ની સામગ્રી:
- ૧ કપ – ઘવ નો લોટ કરકરો
- ૧/૨ કપ – રવો થોડો મીક્સ કરવા માટે
- ૧ ચમચી – અજવાઈન
- ૧ ચમચી – આખુ જીરુ
- ૧/૨ ચમચી – હીંગ
- ૨ ચમચી – તેલ
- મીઠું – સ્વાદ અનુસાર
ચાપડી બનાવા ની વીધી:
ચાપડી નો લોટ બાંધવા માટે:૧) એક મધ્યમ શકોરા મા ધવ નો લોટ અને રવા નો લોટ ને લઈ ને મીક્સ કરો. પછી તેમા એક ચમચી જેટલી અજવાઈન નાખો, આખુ જીરુ નાખો, ૧/૨ ચમચી હીંગ નાખો, સ્વાદ અનુસાર મીઠું નાખો કે અડધી ચમચી જેટલુ. પછી તેમા તેલ નાખો અને સારી રીતે મીકસ કરી લ્યો.
૨) પછી તેમા થોડુ થોડુ પાણી મીક્સ કરી ને લોટ બાંધો. લોટ ભાખરી થી થોડો નરમ અને પરોઠા થી થોડો કડક લોટ બાંધો.૩) પછી લોટ ને હાથે થી દબાવી ને ૩-૪ ઈચ વ્યાસ ની ગોળ ચાપડી બનાવો. બધી ચાપડી આમ બનાવો.
૪) હવે લોટ થી બનાવેલી ચાપડી ને એક કડાઈ મા તેલ ગરમ કરી ને તળો. જ્યા સુધી ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યા સુધી ચાપડી ને તળો. આ રીતે બધી ચાપડી ને તળો. જે થોડી કડક અને અંદર થી નરમ હશે.
તૈયાર છે ચાપડી ઉંધીયુ આને પાપડ, તળેલા લીલા મરચા, સમારેલા ડુંગળી અને છાશ ની સાથે પીરસો.
Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ