જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

એક રોટલીમાં છુપાયેલું છે તમારી દરેક સમસ્યાઓનું નિવારણ,કરો આ ઉપાય….

રોટલી જ એક એવી વસ્તુ છે જેના માટે વ્યક્તિ પોતાનો પૂરો સમય મહેનત મજૂરીમાં કાઢે છે,જેથી તે પોતાના અને પોતાના પરિવાર માટે બે ટાણાની રોટલીની વ્યવસ્થા કરી શકે.દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે,ઘરનું વાતાવરણ સકારાત્મક ઊર્જા, પ્રેમ અને એકબીજાના સહિયોગથી ભરેલું રહે.

Image Source

એવામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પોતાની સાથે સાથે પોતાના ઘરે આવેલા મહેમાનને પણ ભૂખ્યા ના રાખે જેને લીધે તેઓના આગળના પાપ પણ ખતમ થઇ જાય.આ જ કારણને લીધે લોકો સમય સમય પર દાન કરવામાં પણ વિશ્વાસ રાખે છે.બે ટાણાની રોટલી પેટનો ખાડો તો પુરે જ છે પણ સાથે જ આ રોટલી ચમત્કારી પણ છે જેના ઘણા જ્યોતિષી ઉપાયો પણ છે.એવામાં આજે અમે તમને જ્યોતિષોના અનુસાર રોટલીને લગતા તથા બીજા અન્ય ઉપાયો પણ જણાવવા જઈ રહ્યા છીએ.

1.જો કુંડળીમાં શનિ કે રાહુ-કેતુનો કોઈ દોષ હોય તો રોજ રાતે જે રોટલી સૌથી છેલ્લે બને છે, તેના પર તેલ લગાવો અને આ રોટલી કાળા કૂતરાને ખાવા માટે આપી દો. જો કાળું કૂતરું ના મળે તો ગમે તે કૂતરાને પણ ખવડાવી શકો છો.

Image Source

2. હંમેશા ઘરમાં બનેલી પહેલી રોટલી ગાય માટે ચોક્કસ કાઢો. જેનાથી ઘરમાં સુખશાંતિ બની રહે છે અને પરિવાર વચ્ચે માન-સન્માન જળવાઈ રહે છે.અને છેલ્લી રોટલી હંમેશા કુતરા માટે કાઢવી જોઈએ.

3.રોટલીને ખાંડ સાથે ભેળવીને નાના-નાના ટુકડા કરી લો.તેને કીડીઓને ખવડાવવાથી અસફળતા દૂર થઇ જાય છે અને સફળતા મળવા લાગે છે.

Image Source

4.દરેક અમાસના દિવસે ચોખાની ખીર બનાવો અને રોટલીના નાના નાના ટુકડા તે ખીરમાં નાખી દો. તેના પછી રોટલી અને ખીરને ઘરના છત પર રાખી દો.આ ઉપાયથી ઘર પર દેવતાઓની વિશેષ કૃપા બની રહે છે અને સુખ સમૃદ્ધિ મળે છે.

5.ઘરમાં જો કોઈ નાનું બાળક છે અને યોગ્ય રીતે જમતું ના હોય તો રોટલી પર થોડો ગોળ રાખો અને તેને બાળકના માથા ઉપરથી 11 થી 21 વાર ફેરવી લો. તેના પછી આ રોટલી કોઈ કૂતરાને ખાવા માટે આપી દો. આ ઉપાયથી બાળક પર લાગેલી ખરાબ નજર દૂર થઇ જાશે અને તે ફરીથી યોગ્ય રીતે જમવા લાગશે.

Image Source

6. આ સિવાય રોટલીના ચાર ટુકડા કરીને પહેલો ટુકડો ગાયને, બીજો ટુકડો કૂતરા,ને ત્રીજો ટુકડો કાગડા માટે ઘરની છત પર મુકવાનો રહેશે. અને છેલ્લો ટુકડો ઘરની પાસેના કોઈ ચાર રસ્તા પર રાખી દો આવો ઉપાય રોજ કરવાથી ઘરની ગરીબી દૂર થઇ શકે છે.

આ સિવાય ઘરમાં બીજા અન્ય ઉપાયો કરીને પણ ઘરમાં સુખ-શાંતિ લાવી શકાય છે…

Image Source

1.ઘરમાં ક્યારેય પણ સાવરણીને ઉભી રાખવી જોઈએ નહીં,કે ના તો તેના પર પગ લગાવો, કે ના તો સાવરણીની ઉપરથી ચાલવું જોઈએ,નહીંતર લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે.

2.ઘરના મુખ્ય દ્વાર પર કે જ્યાં-ત્યાં બુટ-ચપ્પલ રાખવા જોઈએ નહિ ખાસ કરીને ઉલ્ટા ક્યારેય રાખવા ન જોઈએ જેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાવા લાગે છે.

3.તમારા ઘરના પૂજા સ્થાનમાં હંમેશા પાણીથી ભરેલો એક કળશ ચોક્કસ રાખો.

Image Source

4. તમારા સુવાના બેડ પર બેસીને ક્યારેય પણ જમવું જોઈએ નહિ આવું કરવાથી ખરાબ કે ડરામણા સપના આવે છે,અને ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે.

5.ઘરમાં સવારે અમુક સમય સુધી ભક્તિ ગીત,ભજન ચોક્કસ કરવા જોઈએ.

6.પૂજામાં ઉપીયોગમાં લેવામાં આવતી ધૂપ,આરતી,હવનની અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીક સમાન વસ્તુઓ ક્યારેય પણ પોતાના મોં વડે ફૂંક મારીને ઠારવા જોઈએ નહિ.

Image Source

7.ઘરમાં પૂજા-પાઠ હંમેશા સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે જમીન ઉપર આસન પાથરીને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોં કરીને કરવા જોઈએ.આવું કરવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે.

8.ઘરના મુખ્ય દરવાજા પર જમણી બાજુએ સિંદૂરથી સાથિયો ચોક્કસ બનાવો,આ સિવાય સૂર્યાસ્તના સમયે દરેક રોજ ઘરના આંગણામાં લાગેલા તુલસીના છોડની પાસે ઘી નો દીવો ચોક્કસ કરો.તેનાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિનું વાતાવરણ બનેલું રહેશે,અને ઘરના દરેક લોકો પણ હળી મળીને રહેશે.