ખબર

15 ડિસેમ્બરથી અહીંયા બદલાઇ જશે પૈસાની લેવડદેવડના નિયમ, જાણી લો નહીતો થશે નુકશાન ભોગવશો

ડિસેમ્બર મહિનો વર્ષનો છેલ્લો મહિનો હોવાના કારણે ઘણી જ બેંકો અને કંપનીઓ તેમના માળખામાં અને નિયમોમાં ફેરબદલ કરતા હોય છે ત્યારે દેશની સૌથી મોટી શાખ ધરાવતી પ્રાઇવેટ બેંક ICICI દ્વારા પણ તેના કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમારું પણ ખાતું ICICI બેંકમાં હોય તો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્વ પૂર્ણ છે.

Image Source

ICICI બેંક દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 15 ડિસેમ્બરથી તેના લેવડ દેવડ પ્રક્રિયાના કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવશે. જેના કારણે વધુ લેવડ દેવડ કરવા ઉપર હવે ગ્રાહકોને વધુ ચાર્જ પણ ચૂકવવો પડશે.

Image Source

ICICI બેન્કની વેબસાઈટ દ્વારા મળેલી જાણકારી અનુસાર આ નિયમ ખાતામાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા ઉપર લાગુ પડવાનો છે. જે લોકોનું રેગ્યુલર બચત ખાતું બેંકમાં છે જેમને હવે એક નક્કી સંખ્યામાં જ રોકડ લેવડ દેવડની સુવિધા આપવામાં આવશે. બેંક દ્વારા ખાતાધારકો માટે કેટલીક ફ્રી લેવડ દેવડની સીમા નક્કી કરવામાં આવે છે જેના પછી લેવડ દેવડ કરવા ઉપર ખાતાધારક પાસે વધારાનો ચાર્જ વસુલવામાં આવશે.

Image Source

લેવડ દેવડ માટે હવે શું હવે શું આપવો પડશે ચાર્જ:

નંબર લિમિટ:
ખાતાધારકો હવે પોતાના નિયમિત બચત ખાતામાંથી 4 વખત પૈસા જમા કરાવી શકશે અને ઉપાડી શકશે. ત્યારપછીના પ્રતિ ટ્રાન્જેક્શન ઉપર ગ્રાહકે 150 રૂપિયા ચાર્જ આપવો પડશે.

Image Source

વેલ્યુ લિમિટ:
ખાતાધારકો ઘરેલુ બ્રાન્ચથી જમા અને ઉપાડ થઈને એક ખાતામાંથી દરમહિને 2 લાખ રૂપિયા કોઈપણ જાતના વધારાના ચાર્જ સિવાય ઉપાડી શકશે. 2 લાખ રૂપિયાથી વધારાની રકમ ઉપર પ્રતિ 1000 રૂપિયા ઉપર 5 રૂપિયા ગણતરીથી ચાર્જ લેવામાં આવશે. જે ઓછામાં ઓછો 150 રૂપિયા હશે. ઘરેલુ બ્રાન્ચ સિવાયની બીજી બ્રાન્ચ માટે એક દિવસમાં 25000 સુધીનું ટ્રાન્જેક્શન થઇ શકશે. 25000થી વધારેના ટ્રાન્જેક્શન ઉપર 5 રૂપિયા ગણતરીથી ચાર્જ લેવામાં આવશે. જે ઓછામાં ઓછો 150 રૂપિયા હશે.

Image Source

થર્ડ પાર્ટી કેશ ટ્રાન્જેક્શન:
કોઈપણ ત્રીજી વ્યક્તિ તમારા ખાતામાં દિવસ દરમિયાન 25000થી વધારે રકમ જમા કરાવી શકશે નહિ. તેનો ચાર્જ પણ 150 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન રહેશે. 25000થી વધારે જમા કરાવવાની સુવિધા બેંક  આવશે નહીં.

Image Source

એટીએમ માટે પણ બદલાયા નિયમ:
એટીએમ માટેના નિયમોમાં બદલાવ કરતા ICICI બેન્ક દ્વારા એટીએમ કાર્ડ ધારકો એક મહિનામાં 5  વાર મફતમાં ટ્રાન્જેક્શન કરી શકશે ત્યારબાદ પ્રતિ ટ્રાન્જેક્શન 20 રૂપિયા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.