સમાજના નિયમોને ધજાગરા અને ધર્મની દીવાલ તોડીને આ 7 કપલે કર્યા લગ્ન
આજકાલ દેશમાં લવ જેહાદ અને ધર્માંતરણ વિરોધી કાનૂનને લઈને ચર્ચા ચાલી રહી છે. ભાજપા શાસિત રાજ્યોમાં લવ જેહાદ વિરોધ કાયદો લાવવા માટેનો ફેંસલો કરવામાં આવ્યો છે તેથી આંતરધર્મ લગ્નને રોકી શકાય. ઉત્તરપ્રદેશમાં આ કાયદો લાગુ પણ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ કાયદાનું પાલન કરાવવામાં સરકાર કેટલી કામયાબ રહે છે તે સમય જ બતાવશે. બોલીવુડમાં ઘણી એક્ટ્રેસ એવી છે જે સમાજ અને ધર્મની પરવાહ કર્યા વગર લગ્ન કર્યા છે. આટલું જ નહીં લગ્ન કરીને ધર્મ પણ બદલી નાખ્યો છે. આજે અમે તમને બોલીવુડની 6 એક્ટ્રેસ વિષે જણાવીશું.
1.શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્ક્ડ

આ બંનેની સિતારાઓની ગણના નાના પડદાના મશહૂર અને દિગ્ગજ કલાકારોમાં થાય છે. દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. દીપિકાએ લગ્ન માટે ધર્મ પરિવર્તન કર્યું હતું. હવે તેની ઓળખ દીપિકા શોએબ ઈબ્રાહીમ તરીકે થાય છે. શોએબ અને દીપિકાની પ્રેમ કહાની ટીવી સિરિયલ ‘સસુરાલ સીમર કા’ના સેટ પર થઇ હતી.
2.શાહરુખ ખાન અને ગૌરી ખાન

બોલીવુડના સૌથી ખુબસુરત કપલમાં શાહરુખ ખાન અને ગૌરી ખાનની ગણના થાય છે. શાહરુખ ખાન અને ગૌરી તો ઘણા સમયથી લગ્ન કરવા માટે તૈયર હતા પરંતુ બંનેના ધર્મ અલગ હોવાને કારણે ઘરવાળા માનવા રાજી ના હતા. શાહરૂખે ગૌરીના પરિવારજનોને મનાવવા માટે ઘણી કોશિશ કરી હતી. આખરે શાહરુખ ખાન ગૌરીના પરિવારજનોને મનાવવામાં કામયાબ રહ્યો હતો. શાહરુખ ખાને અને ગૌરીએ 26 ઓગસ્ટ 1991ના રોજ કોર્ટમાં લગ્ન કર્યા હતા. બાદમાં બંનેના નિકાહ પણ થયા હતા. જેમાં ગૌરીનું નામ આયેશા રાખવામાં આવ્યું હતું. નિકાહ પહેલા ગૌરીએ ધર્મ પરિવર્તન કર્યું હતું. આ બાદ 25 ઓક્ટોબર 1991ના રોજ હિન્દૂ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
3.સૈફ અલી ખાન અને અમૃતા સિંહ

બોલીવુડનું આ કપલ તો હવે અલગ થઇ ગયું છે. એક્ટ્રેસે અમૃતા સિંહે એક્ટર સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા માટે ધર્મની પરવાહ કરી ના હતી. અમૃતા શીખ ધર્મમાંથી આવતી હતી. પરંતુ સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા માટે તેને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. જે બાદ અમૃતા સિંહે અને સૈફ અલી ખાને 1991માં લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ના હતા. અમૃતા સિંહ અને સૈફ અલી ખાન 2004માં અલગ થઇ ગયા હતા.
4.ફરહાન આઝમી અને આયેશા ટાકિયા

આયેશા ટાકિયા હવે ફિલ્મોથી દૂર છે તેણીએ વોન્ટેડ, સોચા ના થા અને ડોર સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીના પિતા હિન્દુ અને માતા એંગ્લો-ભારતીય છે. આયેશા ટાકિયાએ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે જે મુસ્લિમ છે. આયેશાએ લગ્ન માટે મુસ્લિમ ધર્મ પણ અપનાવ્યો છે. ફરહાન આઝમી રેસ્ટોરન્ટનો માલિક છે.
5.મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોર

અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે પ્રખ્યાત અને દિગ્ગજ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહેતી હતી. આ બંનેની લવ સ્ટોરીની વાર્તાઓ આજે પણ સાંભળી શકાય છે. શર્મિલા ટાગોરે મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.
6.સુનિલ દત્ત અને નરગીસ દત્ત

આ કપલ તે તેના સમયના હિન્દી સિનેમા જગતમાં શ્રેષ્ઠ કપલ પૈકી એક હતું. અભિનેતા સુનિલ દત્ત સાથે લગ્ન કરવા નરગિસે ક્યારેય તેના મુસ્લિમ ધર્મમાં આવવા ન દીધો. નરગિસે માત્ર હિન્દુ રીત- રિવાજો સાથે જ નહીં પરંતુ હિન્દુ ધર્મ સાથે પણ લગ્ન કર્યા હતા. તેણે પોતાનું નામ બદલીને નિર્મલા દત્ત રાખ્યું હતું.