મુસ્લિમ છોકરા સાથે પ્રેમમાં હિંદુ છોકરીએ પહેલા પરિવારને મનાવ્યો, પણ એક સંત મહાત્માએ તે છોકરીનું બદલી દીધુ મન

ડો.મેઘા જીદે ચડેલી, ઝાફર સાથે લગ્ન કરવા જ છે, સંત મહારાજે બચાવી લીધી, જુઓ બધા ફોટાઓ

કહેવામાં આવે છે કે સાધુ સંત સમાજના માર્ગદર્શક હોય છે અને જ્યારે જ્યારે સમાજ પથભ્રષ્ટ થાય છે, સંકટમાં હોય છે તો સંત સમાજ જ માર્ગદર્શન કરે છે અને સાચો રસ્તો બતાવે છે. ત્યારે કર્ણાટકના મેંગલુરુના હિંદુ સંત વજ્રદેહી મહારાજે કંઇક એવું કર્યુ કે તે બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ સરાહના થઇ. હિંદુ સમાજના લોકો સંત વજ્રદેહી મહારાજને નમન વંદન કરી રહ્યા છે.

મીડિયા રીપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ ખબર અનુસાર, કર્ણાટકના મેંગલુરુની એક ડોક્ટર હિંદુ છોકરી લવ જેહાદમાં ફસાઇ એક મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવા જઇ રહી છે. છોકરીએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવા માટે પરિવારને પણ મનાવી લીધો અને પરિવારની અનુમતિ બાદ છોકરી લગ્ન કરવા જઇ રહી હતી.

પણ પછી કંઇક એવું થયુ કે છોકરીનું હ્રદય પરિવર્તન થઇ ગયુ અને તેણે મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખબર અનુસાર, લગ્નની ડેટ પણ ફિક્સ થઇ ગઇ હતી. પણ પછી અચાનક છોકરીનું મન બદલાઇ ગયુ અને તેણે લગ્ન માટે ઇનકાર કરી દીધો. એવું કહેવાઇ રહ્યુ છે કે હિંદુ સંત વજ્રદેહીએ છોકરીને લવ જેહાદના ખતરા વિશે જણાવ્યુ અને તે બાદ છોકરીનું મન પરિવર્તિત થઇ ગયુ.

જ્યારે છોકરીએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાનો નિર્ણય બદલી દીધો તો સંત વજ્રદેહીએ પોતાની સાથે લાવેલ દલથી છોકરીનું આચમન કર્યુ અને પછી તેના મનની શુદ્ધિ કરી. છોકરીની શુદ્રિ સમયની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો સંત વજ્રદેહી મહારાજની પ્રશંશા કરી રહ્યા છે.

Shah Jina