ખબર

SBI, Axis, IDBI સહિત અનેક બેન્કોએ આજથી બદલ્યા નિયમ, જાણી લો નહિ તો પછતાશો

SBI,BOB કે પછી Axis-IDBI  આમાંથી કોઈ પણ એક બેંકમાં ખાતું હોય તો જલ્દી વાંચી લેજો નવા નિયમો

1 જુલાઇ 2021 એટલે કે આજથી સરકારી અને પ્રાઇવેટ બેંકોએ કેટલાક નિયમ બદલ્યા છે. SBI, Axis બેન્ક, કેનરા બેંક, સિંડિકેટ બેન્ક, BOB, IDBI બેંકના ગ્રાહકોને હવે એટીએમ ચેકબુક સાથે સાથે બ્રાંચથી કેશ નીકાળવાની ફીસમાં બદલાવ કરવામાં આવ્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI : બેઝિક સેવિંગ એકાઉન્ટ માટે બ્રાંચ અને એટીએમથી ચાર વખત કેશ કોઇ પણ ફીસ વગર નીકાળી શકે છે. તે બાદ ચાર્જ વસૂલવામાં આવશે. તે બાદ એક-એક ટ્રાંજેક્શન પર 15 રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે.

આ સાથે એસબીઆઇ બીએસબીઇડી એકાઉન્ટ હોલ્ડર્સથી 10 ચેક લીક પર કોઇ ચાર્જ વસૂલવામાં આવશે નહિ. પરંતુ 10 બાદ 40 રૂપિયા પ્લસ જીએસ ચાર્જ વસૂલવામાં આવશે. ત્યાં 25 ચેક લીક પર 75 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. બીજી બાજુ ઇમરજન્સી ચેકબુક પર 50 રૂપિયા સાથે જીએસટી આપવો પડશે.

કેનેરા અને સિંડિકેટ બેંક : કેનેરા બેંક 1 જુલાઇ 2021થી સિંડિકેટ બેંકનો આઇએફસી કોડ બદલી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, સિડિંકેટ બેંકનું કેનેરા બેંકમાં મર્જર છેલ્લા વર્ષે જ થઇ ગયુ છે.

IDBI બેંક : IDBI બેંક ચેકબુકના 20 લીફ લેટ ફ્રીમાં આપશે. તે બાદ 5 રૂપિયા પ્રતિ ચેક ચાર્જ લેશે. જો કે, સેવિંગ એકાઉન્ટ પર આ ચાર્જ લાગુ નહિ પડે.

બેંક ઓફ બરોડા : બેંકએ નવા આઇએફસી કોડ જારી કર્યા છે. બેંક મર્જર બાદ આ બદલાવ થયા છે. અત્યાર સુધી તમે જૂના કોડથી પૈસા ટ્રાન્સફર કરતા હતા પરંતુ આજથી તે કોડ કામ નહિ કરે. ગયા વર્ષે જ વિજયા બેંક અને દેના બેંકનું મર્જર BOBમાં થુયુ હતુ.

AXIS બેંક : એક્સિસ બેંકમાં હવે એસએમએસ એલર્ટ માટે ફીસ આપવી પડશે. બેંક અનુસાર આ ફીસ 5 રૂપિયાા હતી પરંતુ હવે દર એસએમએસ પર 25 પૈસાનું ભુગતાન કરવુ પડશે. તેમાં બેંક તરફથી પ્રમોશન મેસેજ કે ઓટીપી એલર્ટ સામેલ નહિ હોય.