મનોરંજન

ચંદ્રયાન-2 ની અસફળતા પર બોલ્યા અક્ષય કુમાર,”આ મિશન જલ્દી જ ચંદ્રયાન-3…”

દેશના ચંદ્રયાન-2 ના લૈંડર ‘વિક્રમ’નું ચંદ્ર પર ઉતરવાના સમયે ઈસરોથી સંપર્ક તૂટી ગયો હતો જેના પછી દરેક કોઈનામાં નિરાશા જોવા મળી પણ પૂરો દેશ આજે આ પ્રયત્ન માટે ઇસરોના વખાણ કરી રહ્યા છે.

પીએમ મોદીજી સહીત ઘણી બૉલીવુડ હસ્તીઓએ ઇસરોના વૈજ્ઞાનિકોના વખાણ કરતા કહ્યું છે કે ઈસરો સાથે ખુબ જ સારી આશાઓ જોડાયેલી છે. ઇસરોના વખાણ કરવામાં બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર પણ આગળ આવ્યા છે.

 

View this post on Instagram

 

#MondayBlues 💙

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષય કુમારે ટ્વીટ કરતા લખ્યું કે,”પ્રયોગ કર્યા વગર કોઈણ વિજ્ઞાન સફળ નથી થયું. ઘણીવાર આપણે સફળ થઈએ છીએ, ઘણીવાર આપણે શીખીએ છીએ. ઇસરોના શાનદાર મગજને સલામ, અમને ગર્વ છે અને વિશ્વાસ છે કે ચંદ્રયાન-2 જલ્દી જ ચંદ્રયાન-3 માટેનો રસ્તો બનાવશે. આપણે ફરીથી એકવાર ઉઠીને ઉભા થઈશું”.

સદીના મહાનાયમ અમિતાભ બચ્ચને પણ ઇસરોના વૈજ્ઞાનિકોના વખાણ કરતા સલામ કર્યું છે અને એવામાં અમિતાભજીએ ટ્વીટર પર તેઓના માટે એક કવિતા પણ લખી છે કે,”ગર્વને ક્યારેય હારનો સામનો નથી કરવો પડતો. આપણું ગૌરવ જ આપણી જીત છે. તું ન તો ક્યારેય થાકીશ, ન તો ક્યારેક પાછો વળીશ, ન તો ક્યારેય થંભીશ, કર શપથ કર શપથ કર શપથ, અગ્નિપથ અગ્નિપથ અગ્નિપથ!”

જણાવી દઈએ કે લૈંડરને રાતે લગભગ દોઢ વાગ્યે ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પણ ચંદ્ર પર નીચેની તરફ આવવાના સમયે 2.1 કિલોમીટરની ઊંચાઈ પર જમીનના સ્ટેશનથી તેનો સંપર્ક તૂટી ગયો.

Image Source

વિક્રમે ‘રફ બ્રેકીંગ’ અને ‘ફાઈન બ્રેકીંગ’ ફેજ ને સફળતાપૂર્વક પૂરો કરી લીધું, પણ ‘સોફ્ટ લૈન્ડીંગ’ના પહેલા તેનો સંપર્ક ધરતી પરના સ્ટેશનથી તૂટી ગયો.

એવામાં દરેક વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મિશનને અસફળ ન કહી શકાય. લૈંડર સાથે એકવાર ફરીથી સંપર્ક સ્થાપિત કરી શકાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો લૈંડર વિફળ થઇ જાય તો પણ ચંદ્રયાન-2 નું ઓર્બીટર એકદમ સામાન્ય છે અને તે ચંદ્રની લગાતાર પરિક્રમા કરી રહ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks