‘વડાપાવ ગર્લને કરો ગિરફ્તાર, કોણે કર્યો 100 કરોડનો માનહાનિ કેસ ?
વડાપાવ ગર્લ તરીકે જાણીતી બિગ બોસ કંટેસ્ટેંટ ચંદ્રિકા દીક્ષિત એક નવા વિવાદમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીએ કહ્યું કે તે વડાપાવ ગર્લને 100 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલશે. અંસારીએ ઈન્દોર પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપી છે. ફૈઝાન અંસારીએ દાવો કર્યો છે કે ઈન્દોરની રહેવાસી ચંદ્રિકા દીક્ષિતનો વડાપાવ ખાધા બાદ તેની તબિયત ખરાબ થઈ ગઇ.
ચંદ્રિકા દિલ્હીમાં વડાપાવનો બિઝનેસ કરે છે અને તે ઇન્દોરની રહેવાસી છે. વડાપાવ ગર્લ એટલે કે ચંદ્રિકા દીક્ષિત હાલમાં જ બિગ બોસમાં જોવા મળી હતી. ત્યારે હવે મુંબઈથી ઈન્દોર પહોંચેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીએ કહ્યું કે તે ચંદ્રિકા દીક્ષિત વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કરશે. ઈન્દોર પહોંચતા જ ફૈઝાને કહ્યું કે તે વડાપાવ ગર્લ સામે માનહાનિનો દાવો કરી રહ્યો છે.
ઈન્દોર પોલીસ કમિશનરને પત્ર લખીને તેણે વડાપાવ ગર્લની ધરપકડની માંગ કરી છે. અંસારીએ આરોપ લગાવ્યો હતો કે ચંદ્રિકા દીક્ષિતનો વડાપાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક ઘટકોથી બનેલો હતો. જેના કારણે તેને પોતે પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યુ મારી સારવાર દિલ્હીમાં કરવામાં આવી છે. તેની પાસે આના પૂરા પુરાવા છે.