ખબર

આખરે ખબર પડી ગઈ કે ચંદ્રયાનમાં છેલ્લી ઘડીએ શું ગડબડ થઇ- જાણો વિગત

ઇસરોના ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર જયારે ચંદ્રની સપાટી પર ઉતરી રહ્યું હતું એ જ સમયે અમુક મીટરની દૂરથી તેનો લેન્ડિંગ દરમ્યાન ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો. આ પછીથી સતત 10 દિવસથી ઈસરો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમના આ પ્રયાસમાં નાસાએ પણ ઈસરોની મદદ કરવાનું વિચાર્યું છે એટલે જ તેઓ પણ વિક્રમને મેસેજ મોકલીને સંપર્ક કરવાની કોશિશ કરી રહયા હતા અને હવે તેમનું ઓર્બિટર ટોહી વિક્રમની તસ્વીરો મોકલવાનું છે.

Image Source

પરંતુ સાવ છેલ્લી ઘડીએ એવું તો શું થઇ ગયું કે ઈસરોનો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો? લેન્ડિંગથી મળેલા ડેટાનો અભ્યાસ ઇન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ પરથી જાણવા મળ્યું કે ચંદ્ર પર ઉતરતી વખતે, વિક્રમ લેન્ડર પલટી ગયું અને સીધું જ માથાના બળે ચંદ્ર પર જઈ પડ્યું. અને કદાચ આ જ કારણ છે કે ઈસરો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરી શકતું નથી. જો કે આ વિશે ઇસરોએ કોઈ પણ નિવેદન જાહેર નથી કર્યું.

સરળ ભાષામાં જાણીએ તો લેન્ડર 15 મિનિટના સમયગાળામાં ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું. આ પ્રક્રિયા ચાલુ હતી. હાર્ડ બ્રેકીંગ થઇ ચૂક્યું હતું, ફાઇન બ્રેકિંગ શરૂ થવાનું હતું. 11 મિનિટ પૂર્ણ થઈ ગઈ હતી. લેન્ડર આગામી 4 મિનિટની અંદર ચંદ્રની સપાટી પર ઉતરી જવાનું હતું.

Image Source

આ પછી જ ગડબડી થઇ, જાણો શું થયું?

લેન્ડર થોડું ત્રાંસુ થયું, જેથી એ યોગ્ય લેન્ડિગ સાઇટ પસંદ કરવા માટે ચંદ્રની સપાટીની તસ્વીરો લે, આ પ્રક્રિયામાં લેન્ડરે કાબૂ ગુમાવ્યો અને એ આખું પલ્ટી ગયું. જેથી જે ભાગ ઉપર રહેવાનો હતો, એ નીચે દબાઈ ગયો અને જે ભાગ નીચે રહેવાનો હતો કે જેમાં એન્જીન લાગ્યા હતા, એ ઉપર તરફ હતો.

Image Source

આનો અર્થ એ કે લેન્ડર સંપૂર્ણ રીતે ઊંધું થઇ ચૂક્યું હતું. એન્જીન આ સમયે ચાલી રહયા હતા અને એન્જીને લેન્ડરને ચંદ્રની સપાટી તરફ ધકેલી દીધું. ડેટાના અભ્યાસથી જાણવા મળે છે કે લેન્ડિંગના 11 મિનિટ 28 સેકંડ પછી વિક્રમની લેન્ડિંગ શરૂ થઈ હતી. આ સમયે વિક્રમની લેન્ડિંગની સ્પીડ 42.9 મીટર પ્રતિ સેકન્ડ હતી. એક મિનિટ અને 30 સેકંડ પછી, આ સ્પીડ વધીને 58.9 મીટર પ્રતિ સેકંડ થઇ ગઈ, એટલે કે ઘટવાને બદલે વધી ગઈ. અને આ સમયે, વિક્રમ લેન્ડરનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks