ચંદ્રની ધરતી પર રોવર વિક્રમના ઉતરવાનો અદભુત વીડિયો ISROએ કર્યો શેર, ચાંદ પર ઇતિહાસ રચવાનું કામ પ્રજ્ઞાને કરી દીધું શરૂ, જુઓ

જયારે વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યું રોવર પ્રજ્ઞાન, ત્યારે કંઈક આવો હતો નજારો, જુઓ આખા દેશને ગૌરવ થાય એવી ક્ષણનો વીડિયો

Chandrayaan 3 Rover Video : ચંદ્રયાન-3નું રોવર એટલે કે પ્રજ્ઞાન લેન્ડરમાંથી બહાર આવ્યા બાદ ચંદ્રની સપાટી પર લગભગ 8 મીટર (26.24 ફૂટ) ચાલ્યું છે. ઈસરોએ ટ્વીટ કરીને આ સારા સમાચાર આપ્યા છે. રોવર, લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલની સ્થિતિ સારી છે. તમામ પેલોડ્સ એટલે કે તેમની અંદરના સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.  ઈસરોએ જણાવ્યું કે આ વીડિયો લેન્ડર પર લગાવેલા ઈમેજર કેમેરા દ્વારા બનાવવામાં આવ્યો છે.

ISROએ વીડિયો કર્યો શેર :

વિડિયો શેર કરતાં, સ્પેસ એજન્સીએ ટ્વિટ કર્યું (X), “ચંદ્રયાન-3નું રોવર લેન્ડર છોડીને ચંદ્રની સપાટી પર આ રીતે ચાલ્યું.” ISROએ કહ્યું કે બે વિભાગના રેમ્પે રોવરને રોલ-ડાઉન કરવાની સુવિધા આપી. સોલાર પેનલ રોવરને વીજળી ઉત્પન્ન કરવા સક્ષમ બનાવે છે. યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર (URSC)/ISRO, બેંગલુરુ ખાતે આ મિશનમાં કુલ 26 ડિપ્લોયમેન્ટ મિકેનિઝમ્સ વિકસાવવામાં આવી હતી.

ચંદ્રયાન 3એ લીધી લેન્ડરની તસવીરો :

ISRO એ ચંદ્રયાન-2 ના ઓર્બિટર હાઇ રિઝોલ્યુશન કેમેરા (OHRC) દ્વારા ચંદ્રની સપાટી પર લેન્ડર સોફ્ટ-લેન્ડ થયા બાદ લેવામાં આવેલી તસવીર પણ રિલીઝ કરી હતી.  ISROએ આ વિશે લખ્યું છે કે, “ચંદ્રયાન-2 ઓર્બિટરે ચંદ્રયાન-3 લેન્ડરની તસવીરો લીધી હતી. ચંદ્રયાન-2ના ઓર્બિટર હાઈ-રિઝોલ્યુશન કેમેરા (OHRC) કેમેરા હાલમાં ચંદ્રની પરિક્રમા કરી રહેલા તમામ કેમેરામાં શ્રેષ્ઠ રિઝોલ્યુશન ધરાવતો હતો અને તેણે ચંદ્રયાન-3 લેન્ડરના લેન્ડિંગને કેપ્ચર કર્યું હતું. 23 ઓગસ્ટ, 2023 ના રોજ ચંદ્રની સપાટી પર.

ગુરુવારે પણ શેર કર્યો હતો લેન્ડિંગનો વીડિયો :

આ પહેલા ગુરુવારે ઈસરોએ લેન્ડિંગના સમયનો વીડિયો પણ જાહેર કર્યો હતો. ઈસરોએ જણાવ્યું હતું કે લેન્ડર ઈમેજર કેમેરાએ ચંદ્રની આ તસવીરો ટચડાઉન પહેલા લીધી હતી. આ વીડિયોમાં ચંદ્રની સપાટી પર ઊંડા ખાડાઓ દેખાઈ રહ્યા છે. ભારતના ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલે બુધવારે (23 ઓગસ્ટ) સાંજે અવકાશમાં ઈતિહાસ રચીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મેળવી હતી. ચંદ્રની સપાટી પર ઉતર્યાના થોડા કલાકો પછી રોવર લેન્ડરમાંથી બહાર નીકળી ગયું.

Niraj Patel