જો આમ થયું તો નષ્ટ થઇ જશે ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવર, ISROના ચીફે જણાવી એક મોટા ખતરા વિશેની વાત, જુઓ શું કહ્યું ?

ભારતને જેના પર ગર્વ છે તે ચંદ્રયાન 3ના રોવર અને લેન્ડર પર આવી શકે છે આ મુસીબત, ઇસરોના ચીફે જણાવી હકીકત… જુઓ શું કહ્યું ?

Chandrayaan 3 is threatened by this object : ભારતે બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. આમ કરીને ભારત ચંદ્રની સપાટી પર પગ મૂકનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. તે જ સમયે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર લેન્ડ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ સોમનાથે ગુરુવારે કહ્યું છે કે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન બંને સારી રીતે કામ કરી રહ્યા છે અને આગળ પણ હિલચાલ થશે. જો કે, તેમણે આ ચંદ્ર મિશનમાં આગળના પડકારો વિશે પણ ચેતવણી આપી છે.

ઇસરોના વડાએ જણાવ્યું ખતરા વિશે :

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ઈસરોના વડાએ કહ્યું, “ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન બંને સંપૂર્ણપણે ઠીક છે અને બધુ જ સારી રીતે કામ કરી રહ્યું છે. પરંતુ ત્યાં વાતાવરણ નથી. આવી સ્થિતિમાં કોઈ પણ વસ્તુ ચંદ્રયાન-3ને ટક્કર આપી શકે છે. એટલે કે તે ટકરાઈ શકે છે. આ સિવાય થર્મલ પ્રોબ્લેમ અને કોમ્યુનિકેશન બ્લેકઆઉટની સમસ્યા પણ આવી શકે છે.”

આ કારણથી નષ્ટ થઇ શકે લેન્ડર અને રોવર :

ઈસરોના ચીફ એસ. સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે, “જો કોઈ લઘુગ્રહ અથવા અન્ય કોઈ પદાર્થ ચંદ્રયાન-3 સાથે ખૂબ જ તેજ ગતિએ અથડાશે તો લેન્ડર અને રોવર બંને નાશ પામશે. જો તમે ચંદ્રની સપાટીને નજીકથી જોશો તો, સપાટી અંતરિક્ષ પિંડના નિશાનથી ઢંકાયેલું છે.” પૃથ્વી પર પણ દર કલાકે લાખો અંતરિક્ષ પિંડ આવે છે, પરંતુ આપણે જાણતા નથી. કારણ કે પૃથ્વી પર વાતાવરણ છે અને આપણું વાતાવરણ તે બધા પિંડને બાળી નાખે છે.”

બુધવારે સાંજે કર્યું લેન્ડિંગ :

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ભારતીય સમય અનુસાર બુધવારે સાંજે 6.4 કલાકે દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ઈસરોના જણાવ્યા અનુસાર, રોવર પ્રજ્ઞાન લેન્ડરથી નીચે ઉતર્યું છે અને ચંદ્રની સપાટીની પરિક્રમા કરી રહ્યું છે. ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પર ઈસરોના વડાએ કહ્યું કે, “તે માત્ર ઈસરો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે છે. દરેક ભારતીયની જેમ અમને પણ ગર્વ છે કે આ વખતે અમારું લેન્ડિંગ સફળ રહ્યું છે. અમે આ પરિણામ છીએ. અમે આટલા વર્ષો સુધી કરેલી મહેનતની. અમે વધુ પડકારજનક મિશન કરવા આતુર છીએ. ઈસરોમાં અમે કહીએ છીએ કે સારા પરિણામો વધુ મહેનતનું વળતર આપે છે. મને લાગે છે કે આ આપણામાંના દરેકને ઉત્સાહિત કરશે.”

Niraj Patel