ખબર

ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડરને લઈને આવ્યા ખરાબ સમાચાર, ચંદ્ર ઉપર રાત થઈ રહી છે, માઈનસ 180 ડિગ્રી સેલ્સિયસ સુધી

ઇસરોના ચંદ્રયાન-2 મિશનના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ કર્યા બાદ હવે ઈસરોનું વિક્રમ સાથે સંપર્ક કરવું હવે એક ચમત્કાર જેવું જ લાગી રહ્યું છે. ચંદ્ર પર 1 દિવસ અને પૃથ્વી પરના 14 દિવસ સુધી જ વિક્રમ અને તેની અંદર રહેલા રોવરની અવધિ હતી. હવે ચંદ્ર પર રાત થવાને માત્ર 3 જ કલાક બાકી છે, એ પછી ચંદ્ર પર 14 દિવસ માટે રાત પડી જશે. એ સમયે ચંદ્ર પર તાપમાન માઈનસ 180 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ શકે છે. એવામાં 14 દિવસ સુધી વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર સલામત રહેવું મુશ્કેલ છે.

આ ભાગ પર સૂર્યનો પ્રકાશ નહિ પડે અને વિક્રમ લેન્ડરના ઇલેક્ટ્રોનિક ભાગ ત્યાંની ઠંડીમાં ખરાબ થઇ જશે જેથી હવે વિક્રમ સાથે સંપર્ક કરવાનું ઈસરોનું સપનું સપનું જ બનીને રહી જશે. એવામાં ત્યાંની તસ્વીરો લેવી પણ મુશ્કેલ બની જશે.

Image Source

જો વિક્રમ લેન્ડરમાં રેડિયોઆઈસોટોપ હીટર યુનિટ લગાવ્યું હોત તો તેના દ્વારા વિક્રમને તાપમાનથી સુરક્ષિત રાખી શકાયું હોત. કારણ કે આ યુનિટ દ્વારા તેને રેડિયોએક્ટિવિટી અને ઠંડીથી બચાવી શકાયું હોત. એટલે કે હવે વિક્રમ લેન્ડરથી સંપર્ક થવાની બધી જ આશાઓ અને સપનાઓ ચકનાચૂર થવા જઈ રહયા છે.

માહિતી પ્રમાણે, ઈસરો 20-21 સપ્ટેમ્બર બાદ વિક્રમ લેન્ડર સંબંધિત માહિતી અને તસ્વીરો જાહેર કરી શકે છે. ઇસરોએ ટ્વીટ કરીને પોતાના તમામ સમર્થકોને આભાર માન્યો છે. ઇસરોએ ટ્વીટ કર્યું, ‘અમારી સાથે ઉભા રહેવા બદલ આભાર. અમે વિશ્વભરમાં ભારતીયોની આશા અને સપનાઓથી પ્રેરિત થઈને આગળ વધતા રહીશું!’ જણાવી દઇએ કે, 6-7ના મધરાતે સોફ્ટ લેન્ડિંગના પ્રયાસની અંતિમ ક્ષણોમાં, ચંદ્ર સપાટીથી અમુક જ મીટરની ઊંચાઈએથી લેન્ડર વિક્રમનો ઇસરોના કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ચુક્યો હતો.

નાસા પણ પોતાના ડીપ સ્પેસ નેટવર્કના ત્રણ સેન્ટર્સ દ્વારા સતત ચંદ્રયાન-2ના ઓર્બિટર અને લેન્ડર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. નાસાના લૂનર રિકોનસેન્સ ઓર્બિટરના પ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ નોઆહ પેત્રોએ જણાવ્યું હતું કે, ચંદ્ર પર સાંજ થવા લાગી છે. અમારું LRO વિક્રમ લેન્ડરની તસ્વીર તો લેશે પણ તે સ્પષ્ટ આવશે કે નહિ તેની કોઈ ગેરંટી નથી. કારણ કે સાંજે સૂર્યનો પ્રકાશ ન હોવાના કારણે ચંદ્રની સપાટી પર રહેલી કોઈ પણ વસ્તુની સ્પષ્ટ તસ્વીરો લેવી પડકારજનક કામ હશે. પરંતુ જે પણ તસ્વીરો આવશે, તે અમે ઈસરોને આપીશું.

નોંધનીય છે કે 22 જુલાઈએ ઇસરોએ મહત્વાકાંક્ષી ચંદ્રયાન -2 મિશનની શરૂઆત કરી હતી. આ ચંદ્રયાન -2ના ત્રણ ભાગ છે જે ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. ગઈ 7 સપ્ટેમ્બરના રોજ, વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર પહોંચવાનું હતું, પણ ઉતરવાના 2.1 કિલોમીટર પહેલા જ ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો. હાલમાં, ચંદ્રયાન-2 ઓર્બિટરે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સ્થાન રીતે શોધી કાઢ્યું છે. આ પછી, ઇસરો દિવસ-રાત ફરીથી લેન્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં લાગેલું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks