ખબર

ISROએ આપ્યા સારા સમાચાર, વિક્રમ લેન્ડરને કોઇ નુકશાન નથી થયું, તેની સાથે સંપર્ક… જાણો બધી જ વિગતો

ઈસરો અનુસાર, ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની કોશિશ હજુ પણ ચાલી રહી છે. ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ કર્યું હોવા છતાં તેમાં કોઈ નુકશાન થયું નથી. ઇસરોએ જણાવ્યું કે ઓર્બીટર દ્વારા મોકલવામાં આવેલી તસ્વીરો અનુસાર આ એક જ પીસમાં દેખાઈ રહ્યું છે. ઈસરોની ટિમ હાલ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવામાં લાગેલી છે. ઇસરોના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિક્રમ લેન્ડર એક તરફ ઝુકેલું દેખાઈ રહ્યું છે, એવામાં કોમ્યુનિકેશન લિંક ફરીથી જોડવા માટે એ ખૂબ જ જરૂરી છે કે લેન્ડરનું એન્ટેના ઓર્બીટર કે ગ્રાઉન્ડ સ્ટેશનની દિશામાં હોય.

Image Source

ચંદ્ર પર લેન્ડિંગ સમયે સપાટીથી માત્ર 2.1 કિલોમીટર ઉપરથી જ વિક્રમ લેન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો. જેને કારણે તેને રસ્તો ભટકીને પોતાની નિર્ધારિત કરેલી જગ્યાથી લગભગ 500 મીટર દૂર ચંદ્રની સપાટી પર ટકરાઈ ગયું હતું. જે પછી ઓર્બીટરે રવિવારે લેન્ડર વિક્રમની થર્મલ ઇમેજ ઇસરોને મોકલી હતી. જો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થઇ જાય છે તો પ્રજ્ઞાન ફરીથી પોતાના પગ પર ઉભું થઇ શકે છે. આ માટે ઈસરોની ટિમ ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કમાં સતત કામ કરી રહી છે.

Image Source

એક અધિકારીએ કહ્યું કે સાચા અનુકૂલન સાથે તેઓ અત્યારે પણ ઉર્જા પેદા કરી શકે છે અને સોલાર પેનલથી બેટરીઓને રિચાર્જ કરી શકે છે. આ પહેલા શનિવારે ઇસરોના ચીફ કે સિવને કહ્યું હતું કે ઈસરો 14 દિવસો સુધી લેન્ડર સાથે સંપર્ક કરવાની કોશિશ કરશે. જો તેની સાથે સંપર્ક થઇ જશે તો તે ફરીથી પોતાના પગ પર ઉભું થઇ શકશે.

Image Source

માહિતી અનુસાર, વિક્રમ લેન્ડરમાં એ ટેક્નોલોજી છે કે તે પડયા બાદ પણ જાતે ઉભું થઇ શકે. પણ જો સંપર્ક થઇ જાય અને તેના કમાન્ડ રિસીવ થઇ જાય તો જ આ સંભવ છે. વિક્રમ લેન્ડરની નીચેની તરફ પાંચ થ્રસ્ટર્સ લાગ્યા છે. જેના દ્વારા વિક્રમે ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. વિક્રમની ચારે તરફ પણ થ્રસ્ટર્સ લાગેલા છે, જે અંતરિક્ષમાં તેની મુસાફરી દરમ્યાન તેની દિશા નક્કી કરવા માટે ઓન કરવામાં આવતા હતા, જે હજુ પણ સુરક્ષિત છે. લેન્ડરના જે ભાગમાં કોમ્યુનિકેશન એન્ટેના છે એ જ ભાગમાં થ્રસ્ટર્સ પણ છે. જો ઈસરોથી મોકલવામાં આવેલા કમાન્ડ સીધા કે ઓર્બીટર દ્વારા એન્ટેનાએ રિસીવ કરી લીધા તો તેના થ્રસ્ટર્સને ઓન કરી શકાશે. જે ઓન થતા જ વિક્રમ જાતે ઉભું થઇ શકશે. અને જો આમ થઇ જશે તો આ મિશન સંબંધિત બધા જ પ્રયોગો થઇ શકશે જે ચંદ્રયાન-2 મિશન માટે નક્કી કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks