ખબર

ચંદ્રયાન-2: આપણાં વિક્રમ લેન્ડરની તસ્વીર NASAએ દેખાડી, જુઓ ક્યા છે અને શું કરે છે

આ વર્ષે સપ્ટેમ્બરમાં ઇસરોના ચંદ્રયાન-2 મિશનના વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને એ પછી ચંદ્રની સપાટી પરથી તેની કોઈ ભાળ મળી ન હતી, ત્યારે હવે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનો કાટમાળ શોધી કાઢ્યો છે. મંગળવારે સવારે નાસાએ પોતાના લુનર રેકૉન્સેન્સ ઑર્બિટર (LRO) દ્વારા લેવામાં આવેલી એક તસ્વીર રજૂ કરી છે, જેમાં વિક્રમ લેન્ડરથી પ્રભાવિત જગ્યા દેખાય રહી છે.

નાસાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે ચંદ્રની ધરતી પર વિક્રમ લેન્ડર મળી આવ્યું છે. એની તસ્વીરો પણ નાસાએ શેર કરી છે જેમાં વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડિંગ બાદ પ્રભાવિત જગ્યા અને તેના કાટમાળ દર્શાવ્યા છે.

નાસાએ 26 સપ્ટેમ્બરે ક્રેશ સાઈટની તસ્વીર જારી કરી હતી અને મુખ્ય ક્રેશ સાઈટના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 750 મીટરની ઉંચાઈ પર સ્થિત કાટમાળની ઓળખ થઈ હતી. આ મામલે આ મામલે મોજેક (1.3 મીટર પિક્સલ, 84 ડિગ્રી ઘટના કોણ)માં એખ એકલ ઉજ્જવલ પિક્સલની ઓળખ થઈ. નવેમ્બર મોજેક ઈમ્પેક્ટ ક્રિએટર, રે અને વ્યાપક કાટમાળ ક્ષેત્રને સારી રીતે દર્શાવે છે. કાટમાળના ત્રણ સૌથી મોટા ટુકડા 2×2 પિક્સલના છે.

જણાવી દઈએ કે ઓક્ટોબરમાં નાસાએ નિવેદનમાં કહ્યું હતું કે લુનર રેકૉન્સેન્સ ઑર્બિટર દ્વારા મળેલી તસ્વીરોમાં વિક્રમ લેન્ડરની કોઈ માહિતી મળી નથી. નાસાએ જણાવ્યું હતું કે બની શકે છે કે જે સમયે ઓર્બિટરે તસવીર લીધી, તે સમયે લેન્ડર કોઈ પડછાયામાં છુપાયેલું હતું. નોંધનીય છે કે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ દરમિયાન ચંદ્રયાન-2નો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.