ખબર

95% સલામત છે ચંદ્રયાન-2, ઓર્બિટર હજુ લગાવી રહ્યું છે ચાંદના ચક્કર- જાણો બધી જ વિગતો

ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમ ચંદ્ર પર ઉતરવાથી માત્ર 2.1 કિમી પહેલા જ ઇસરો સાથેનો સંપર્ક તૂટી હતો. વિક્રમનો સંપર્ક કેમ તૂટી ગયો કે આ વિશે કોઈ માહિતી નથી, પરંતુ 978 કરોડના ખર્ચવાળા ચંદ્રયાન-2 મિશનમાં બધું ખતમ થયું નથી.

Image Source

ઇસરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘મિશનના માત્ર પાંચ ટકા – લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરને નુકસાન થયું છે, જ્યારે બાકીના 95 ટકા – ચંદ્રયાન -2 ઓર્બિટર – હજુ ચંદ્ર પર છે અને સફળતાપૂર્વક ચંદ્રના ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પરિભ્રમણ કરી રહ્યું છે.’

એક વર્ષની અવધિવાળું ઓર્બિટર ચંદ્રની ઘણી તસવીરો લઈને ઇસરોને મોકલી શકે છે. અધિકારીએ કહ્યું કે ઓર્બિટર લેન્ડરના ફોટા પણ લઈને મોકલી શકે છે, જેથી તેની સ્થિતિ જાણી શકાશે. ચંદ્રયાન -2 અવકાશયાનમાં ત્રણ વિભાગ છે – ઓર્બિટર (2,379 કિલો, આઠ પેલોડ્સ), વિક્રમ (1,471 કિગ્રા, ચાર પેલોડ) અને પ્રજ્ઞાન (27 કિલો, બે પેલોડ).

વિક્રમ 2 સપ્ટેમ્બરના રોજ ઓર્બિટરથી અલગ થઇ ગયું હતું. ચંદ્રયાન-2 પહેલા 22 જુલાઈએ ભારતના ભારે રોકેટ જિઓસિંક્રોનસ સેટેલાઇટ લોંચ વ્હીકલ-માર્ક 3 (જીએસએલવી એમકે 3) દ્વારા અવકાશમાં ઉતારવામાં આવ્યું હતું.

વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટયા બાદ, વડાપ્રધાને કહ્યું, દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ, દરેક કઠણાઈ, આપણને કંઈક નવું શીખવી જાય છે, કેટલીક નવી શોધ, નવી તકનીક માટે પ્રેરિત કરે છે અને આનાથી જ આપણી આગળની સફળતા નિર્ધારિત થાય છે. જ્ઞાનનો જો કોઈ સૌથી મોટો શિક્ષક છે તો એ વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં કોઈ નિષ્ફળતા નથી, ફક્ત પ્રયોગો અને પ્રયત્નો હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks