ઈસરો સતત ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની સતત કોશિશ કરી રહ્યું છે. ઇસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાન-2ના ઓર્બીટરે વિક્રમ લેન્ડરની લોકેશન શોધી કાઢી છે, પરંતુ હજુ સુધી તેની સાથે સંપર્ક સાધી શકાયો નથી. ઈસરો ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે.
ISRO: #VikramLander has been located by the orbiter of #Chandrayaan2, but no communication with it yet.
All possible efforts are being made to establish communication with lander. pic.twitter.com/IQfvuQDVC4— ANI (@ANI) September 10, 2019
સોમવારે ઇસરોએ જણાવ્યું હતું કે ઓર્બીટર દ્વારા મોકલવામાં આવેલી તસ્વીરો અનુસાર વિક્રમ ચંદ્રની સપાટી પર સહી સલામત છે અને તૂટ્યું નથી. જો કે હાર્ડ લેન્ડિંગના કારણે વિક્રમ લેન્ડર એક તરફ ઝૂકી ગયું છે અને તેની સાથે ફરીથી સંપર્ક સાધવાના પ્રયાસો ચાલી રહયા છે.

ચંદ્ર પર લેન્ડિંગ સમયે સપાટીથી માત્ર 2.1 કિલોમીટર ઉપરથી જ વિક્રમ લેન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો. જેને કારણે તેને રસ્તો ભટકીને પોતાની નિર્ધારિત કરેલી જગ્યાથી લગભગ 500 મીટર દૂર ચંદ્રની સપાટી પર ટકરાઈ ગયું હતું. જે પછી ઓર્બીટરે રવિવારે લેન્ડર વિક્રમની થર્મલ ઇમેજ ઇસરોને મોકલી હતી. જો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થઇ જાય છે તો પ્રજ્ઞાન ફરીથી પોતાના પગ પર ઉભું થઇ શકે છે. આ માટે ઈસરોની ટિમ ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કમાં સતત કામ કરી રહી છે.

એક અધિકારીએ કહ્યું કે અમે લેન્ડર સાથે સંપર્ક કરવાની દરેક સંભવ કોશિશ કરી રહ્યા છીએ. અહીં ઇસરોની ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કમાં એક ટિમ કામમાં લાગેલી છે. ચંદ્રયાન ૨ મિશનમાં લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની અવધિ ચંદ્ર પર 1 દિવસ એટલે કે ધરતીના 14 દિવસ બરાબર છે. સાચા અનુકૂલન સાથે તેઓ અત્યારે પણ ઉર્જા પેદા કરી શકે છે અને સોલાર પેનલથી બેટરીઓને રિચાર્જ કરી શકે છે. આ પહેલા શનિવારે ઇસરોના ચીફ કે સિવને કહ્યું હતું કે ઈસરો 14 દિવસો સુધી લેન્ડર સાથે સંપર્ક કરવાની કોશિશ કરશે. જો તેની સાથે સંપર્ક થઇ જશે તો તે ફરીથી પોતાના પગ પર ઉભું થઇ શકશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks