મશહૂર ગુરુજીની પગે લાગ્યો, આશીર્વાદ લીધા અને પછી ચાકુથી ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી દીધી, શોકિંગ CCTV આવ્યા સામે

કર્ણાટકમાં મંગળવારે વાસ્તુ નિષ્ણાત ચંદ્રશેખર ગુરુજીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. ચંદ્રશેખર ગુરુજીની હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે હોટલમાં બે લોકો ગુરુજીને મળવાની રાહ જોઈને બેઠા હતા. જ્યારે ગુરુજી આવ્યા, ત્યારે એક આરોપીએ તેમને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને પછી તેમના પર ચાકુ વડે હુમલો કરી દીધો. આ પછી અન્ય વ્યક્તિ પણ ચાકુ વડે હુમલો કરવા લાગ્યો.વાસ્તુ નિષ્ણાત ચંદ્રશેખર ગુરુજીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયું હતું.

હત્યાના થોડા કલાકો બાદ પોલીસે બંને આરોપી મંજુનાથ મારેવાડ અને મહંતેશની રામદુર્ગમાંથી ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીની પૂછપરછ કરવામાં આવશે. આ પછી સ્પષ્ટ થશે કે ચંદ્રશેખર ગુરુજીની હત્યા શા માટે કરવામાં આવી.વાસ્તુશાસ્ત્રી ચંદ્રશેખર ગુરુજીના હત્યારાઓને પકડવા માટે પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતુ અને બંને હત્યારાઓની ધરપકડ કરી હતી. વાસ્તુશાસ્ત્રી ચંદ્રશેખર ગુરુજીની હત્યાના સમાચાર મળતા જ હુબલીના પોલીસ કમિશનર લાભુ રામ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મૂળ બાગલકોટના રહેવાસી ગુરુજીએ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં તેમને મુંબઈમાં નોકરી મળી હતી. આ પછી ગુરુજી મુંબઈમાં સ્થાયી થયા અને વાસ્તુ કન્સલ્ટન્સી આપવાનું શરૂ કર્યું હતુ. ત્રણ દિવસ પહેલા હુબલીમાં ગુરુજીના પરિવારના એક બાળકનું મોત થયું હતું, જેના કારણે તે અહીં આવ્યા હતા. ગુરુજીની હત્યાના જે CCTV સામે આવ્યા છે, તેમાં જોઈ શકાય છે કે બંને આરોપી હોટલના રિસેપ્શન એરિયામાં બેઠા છે અને ગુરુજીની રાહ જોઇ રહ્યા છે.

આ પછી ગુરુજી આવે છે અને રિસેપ્શન એરિયામાં સોફા પર બેસે છે, ત્યારે એક આરોપી તેમની નજીક આવે છે અને તેમને પગે લાગે છે, અને બીજો આરોપી ચાકુ કાઢીને ગુરુજી પર હુમલો કરવા લાગે છે. જે બાદ બંને સાથે મળીને ગુરુજીને બેરહેમીથી ચાકુના ઉપરાછાપરી ઘા કરે છે. હોટલમાં હાજર કેટલાક લોકો ચંદ્રશેખર ગુરુજીને બચાવવા આગળ પણ આવવાનો પ્રયાસ કરે છે પરંતુ આરોપીઓએ તેમને પણ છરી મારવાની ધમકી આપી રહ્યા છે. લોકો પીછેહઠ કરતા જ આરોપીઓ ફરી ગુરુજી પર હુમલો કરે છે.

જ્યારે આરોપીઓને લાગે છે કે ગુરુજીની મોત થઇ ગઇ છે, ત્યારે તેઓ ભાગી જાય છે. હત્યા બાદ બંને બેલગાવી જતા હતા. તેમની ધરપકડ બેલાગાગી જિલ્લાના રામદુર્ગ વિસ્તારમાં કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ચંદ્રશેખર ગુરુજી સાથે કામ કરતા હતા. ચંદ્રશેખર ગુરુજી શહેરની પ્રેસિડેન્ટ હોટેલમાં બિઝનેસના સંબંધમાં કોઈને મળવા આવ્યા હતા. આ તકનો લાભ લઈને આરોપીઓએ ચંદ્રશેખર ગુરુજીની નિર્દયતાથી હત્યા કરી નાખી.

Shah Jina