મોરબીની જેમજ મોટી બ્રિજ દુર્ઘટના: 60 ફૂટ ઉંચેથી રેલવેના પાટા પર પડ્યાં લોકો, જુઓ તસવીરો ફટાફટ

હજુ મોરબીની ઘટનામાંથી લોકો બહાર નથી આવ્યા ત્યાં ફરી આવો કઈંક ઇન્સિડન્ટ જોવા મળ્યો. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજનો મોટો ભાગ હમણાં જ ધરાશાયી થયો છે અને એક એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ફૂટઓવર બ્રિજ પર હાજર લોકો 60 ફૂટની ઊંચાઈથી પાટા પર પડ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ દુર્ઘટનામાં આશરે 20 લોકો ઘાયલ થયા છે, જ્યારે 8ની હાલત ખુબ જ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. ત્યારે જ આ દુર્ઘટનામાં ઘાયલ મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘણા સ્ટેશન પર પેસેન્જર કાઝીપેટ પૂણે એક્સપ્રેસ પકડવા પ્લેટફોર્મ નંબર 1થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક આ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જણાવી દઈએ કે પુલની ઉંચાઈ લગભગ 60 ફૂટ હતી અને જે સમયે આ દુર્ઘટના થઈ તે સમયે બ્રિજ પર લગભગ 80 લોકો હાજર હતા.

તમને જણાવી દઈએ કે ચંદ્રપુર થયેલી આ ઘટનાની પહેલા રવિવારે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના કુપ્પમમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. ત્યાં એક ટ્રેનમાં અચાનક આગ લાગવાના કારણે ભાગદોડ મચી ગઈ હતી. બેંગલુરુથી કુપ્પમ થઈને હાવડા એક્સપ્રેસના એસ 9 એસી કોચમાં આગ લાગી હતી.

પ્રાથમિક રિપોર્ટ્સ પ્રમાણે આ રેલવે સ્ટેશન પર 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પણ રેલવેના સત્તાવાર નિવેદન મુજબ, 4 લોકો ઘાયલ થયા છે. તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સારી વાત એ છે કે હાલમાં કોઈના મૃત્યુ થયું હોવાના સમાચાર નથી.

YC