મનોરંજન

જેને આપણે નાનો મોટો વિલન સમજતા હતા તે છે બોલીવુડના અભિનેતા ચંદ્રચૂડ સિંહનો સગો ભાઈ, જુઓ તસવીરો

એશ્વર્યા રાયનો એક્ટર ચંદ્રચૂડ સિંહ નો ભાઈ છે બોલીવુડનો સૌથી ખતરનાક વિલન

બૉલીવુડની અંદર ઘણા અભિનેતાઓ આવ્યા અને ચાલ્યા ગયા, ઘણા હિટ રહ્યા તો ઘણા ફ્લોપ, આ બધામાં એક અભિનેતા છે જેને બોલીવુડની કેટલીક ફિલ્મોમાં કામ તો કર્યું અને ઓળખ પણ બનાવી છતાં તે ફ્લોપ રહ્યો. તે છે ચન્દ્રચૂડ સિંહ. તે ફિલ્મી દુનિયામાંથી અચાનક ગાયબ જ થઇ ગયો અને થોડા સમય પહેલા આવેલી વેબસીરીઝ “આર્યા”માં જોવા મળ્યો.

Image Source

આજે આપણે ચન્દ્રચૂડની વાત નહીં પરંતુ તેના એક ભાઈની વાત કરીશું, તે ઉંમરમાં તો ચંદ્રચૂડ કરતા નાનો છે, પરંતુ બૉલીવુડ અને તેલુગુ ફિલ્મોમાં પોતાના ખલનાયકના અભિનય દ્વારા લોકોનું દિલ જીતી રહ્યો છે.

Image Source

આપણે વાત કરી રહ્યા છીએ અભિનેતા અભિમન્યુની. જેને વર્ષ 2001માં આવેલી ફિલ્મ “અક્સ” દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2009માં તે ફિલ્મ ગુલામમાં જોવામળ્યો હતો. અભિમન્યુને તેના અભિનયના દમ ઉપર વર્ષ 2010માં સ્ટારડમ એવોર્ડ દ્વારા પણ નવાજવામાં આવ્યો હતો.  વર્ષ 2010માં આવેલી ફિલ્મ “રક્ત ચરિત્ર”માં અભિમન્યુના અભિનયને ખુબ જ વખાણવામાં આવ્યો હતો.

Image Source

અભિમન્યુ માત્ર બોલીવુડમાં જ નહિ પરંતુ ટેલીવુડમાં પણ પોતાની ખલનાયકીની છાપ છોડી ચુક્યો છે. તેને તામિલની સુપરહિટ ફિલ્મ “દસ કા દમ”માં પણ નેગેટિવ રોલ કર્યો હતો.

Image Source

તમને જણાવી દઈએ કે સાઉથની ફિલ્મોમાં જબરદસ્ત નેગેટિવ અભિનય કરવાના કારણે અભિમન્યુને નેગેટિવ અભિનય માટે 2013માં એસઆઇઆઇએમએ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો હતો. તેને આ એવોર્ડ વર્ષ 2012માં આવેલી ફિલ્મ “ગબ્બર સિંહ” માટે મળ્યો હતો. અભિમન્યુને હિન્દી અને તેલુગુ સિનેમન 17 વર્ષના કેરિયરમાં લગભગ 35 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં સુપરહિટ ફિલ્મ “રામલીલા” પણ સામેલ છે. એટલું જ નહિ તે ટીવી ધારાવાહિકમાં પણ નજર આવે છે.

Image Source

અભિમન્યુએ તેના ભાઈ ચંદ્રચૂડ સિંહ સાથે ફિલ્મ “જોશ”માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે તેનો દુશ્મન બતાવવામાં આવ્યો હતો.