5 જુલાઈ રવિવારના રોજ વર્ષનું ત્રીજું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે, આ ચંદ્ર ગ્રહણ ઘન રાશિમાં લાગવાનું છે. જો કે આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ છે પરંતુ તેના કારણે ઘણા એવા સંયોગ બની રહ્યા છે જે તમારા રાશિના આર્થિક પક્ષને પ્રભાવિત કરશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આ ચંદ્ર ગ્રહણ મેષ, કર્ક અને મકર રાશિમાં ધન લાભ યોગ બનાવી રહ્યો છે જ્યારે બીજી રાશિઓ ઉપર તેનો ખરાબ પ્રભાવ પડી શકે છે. ચાલો જોઈએ રાશિ પ્રમાણે શું થશે અસર:

1. મેષ:
આ ગ્રહણ તમારા નવમા ભાવમાં પડી રહ્યું છે. ચંદ્ર એ કેતુ અને ગુરુનું સંયોજન છે. ત્રણ ગ્રહોના સંયોજનથી અનિયંત્રિત ખર્ચનું કારણ બની શકે છે, જો કે આર્થિક બાજુ મજબૂત રહેશે. આવકના દરેક માધ્યમથી પૈસા આવવાનું ચાલુ રહેશે. ખર્ચ વધારે થઇ શકે છે, પરંતુ ભંડોળની અછત રહેશે નહીં. કુંડળીમાં ચંદ્રગ્રહણ ધન લાભના યોગ બનાવે છે.
2. વૃષભ:
આ ગ્રહણ તમારા આઠમા ભાવમાં પડી રહ્યું છે. આ ગ્રહણને કારણે તમે પૈસા ગુમાવી શકો છો. દેવું અને રૂપિયાના વ્યવહારથી દૂર રહો. બહારના વ્યક્તિની વાતોમાં આવીને રોકાણ કરવાનું ટાળો. તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું ખુબ જરૂરી છે.
3. મિથુન:
આ ગ્રહણ તમારા સાતમા ભાવમાં આવશે. આ ગ્રહણના કારણે તમારી નોકરી અથવા ધંધા બંને ઉપર અસર થઇ શકે છે. ધંધામાં નુકસાનના યોગ બને છે. અનાયાસે ખર્ચમાં વધારો થશે. રૂપિયા પૈસાની લેવડ-દેવડથી બચવું. લાંબા સમયથી ધ્યાનમાં રાખેલી યોજનાઓ બગડી શકે છે.

4. કર્ક:
ચંદ્રગ્રહણ તમારી રાશિના ચિન્હના છઠ્ઠા ભાવમાં રહેશે. ગ્રહણની અસરોથી તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે, પરંતુ હાથમાં પૈસા પણ હશે. નોકરી-ધંધામાં નફો થવાનો યોગ બની રહ્યો છે. અટકેલા પૈસા પાછા આવશે અને ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરશે. મિત્રો અને સંબંધીઓ પાસેથી પણ આર્થિક મદદની અપેક્ષા રાખી શકાય છે.
5. સિંહ:
આ ગ્રહણ તમારા પાંચમા સ્થાને આવશે. આર્થિક પક્ષ તરફ નજર કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારી રાશિના જાતક માટે સામાન્ય રહેશે. વ્યવસાય અને નોકરીમાં સમય પહેલાની જેમ સામાન્ય રહેશે. કોઈ મનગમતી વસ્તુ ખરીદવા માટે પૈસા ખર્ચ કરી શકો છો.
6. કન્યા:
આ ગ્રહણ તમારા ચોથા ભાવમાં બનવાનું છે. જેના કારણે, તમારા કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. સંપત્તિમાં પણ નુકસાન થઇ શકે છે. બેંકની લોન અથવા દેવું ભરપાઈ કરવામાં અસમર્થ રહેશો. આ ગ્રહણ તમારા માટે ઘણી સમસ્યાઓ લાવી રહ્યું છે. ખર્ચ કરતી વખતે ઘરનું બજેટ પણ ધ્યાનમાં રાખો.

7. તુલા:
આ ગ્રહણ તમારા ત્રીજા ભાવમાં બનવાનું છે. અમુક અંશે આ ગ્રહણ તમારા માટે ખૂબ અસરકારક રહેશે. આ ચંદ્રગ્રહણની આર્થિક બાજુ પર હળવો પ્રભાવ પડશે. ખર્ચમાં વધારો થશે, પરંતુ ભંડોળની અછત રહેશે નહીં. વ્યાજે આપેલા પૈસા પાછા આવી શકે છે. ગ્રહણ પછી લગભગ એક મહિના સુધી રોકાણ કરવાનું ટાળો.
8. વૃશ્ચિક:
આ ગ્રહણ તમારા બીજા ભાવમાં બનવાનું છે, જે પૈસાનું ક્ષેત્ર છે. આ ગ્રહણને કારણે તમે ઘણા પૈસા ગુમાવશો. વ્યવસાય સંબંધિત પ્રવાસમાં મોટું નુકસાન થઈ શકે છે. ખાવા પીવા પાછળ પૈસા ખર્ચ થશે. ઘરના ખર્ચમાં મુશ્કેલીઓ વધી શકે છે.
9. ધન:
આ ગ્રહણ તમારી પોતાની રાશિમાં રહેશે. તેની મહત્તમ અસર આરાશિના લોકો ઉપર પડશે. રોકાણ અને પૈસાથી સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા શુભેચ્છકોની સલાહ લો. રોકાણ કે દેવામાં આપેલ નાણાં ડૂબી શકે છે. ધંધામાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.

10. મકર:
આ ગ્રહણ તમારા બારમા ભાવમાં બનશે. આ ગ્રહણ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. ખર્ચ ઓછો થશે અને નુકસાન થશે નહીં. નોકરી-ધંધામાં લાભની સ્થિતિનું બની રહી છે. લાંબા સમય સુધી અટકાયેલા કામ પૂર્ણ થશે. નબળા સ્વાસ્થ્ય પાછળ કોઈ ખર્ચ થશે નહીં. આવકના દરેક માધ્યમથી પૈસા પણ આવશે.
11. કુંભ:
આ ઉપછાયા ચંદ્રગ્રહણ તમારા અગિયારમા ભાવમાં બની રહ્યું છે. વ્યવસાયમાં તમારી ભાગીદારીને અસર થઈ શકે છે. વ્યવસાય સંબંધી મુસાફરી મુલતવી રાખવી એક સારો વિકલ્પ છે. ખર્ચ ઝડપથી વધશે. મનની ઇચ્છા મુજબ પરિણામ પ્રાપ્ત થશે નહીં. ઉધાર લીધેલા પૈસા પરત કરવામાં પણ મુશ્કેલી બની શકે છે.
12. મીન:
આ ગ્રહણ મીન રાશિના દસમા ભાવમાં હશે. આ ગ્રહણ તમારા માટે ખૂબ જ હેરાન કરી શકે છે. તેની અસર કાર્યક્ષેત્ર ઉપર પણ થઈ શકે છે. ઘરની આર્થિક તંગી પણ આવી શકે છે. પૈસાની લેવડદેવડ ના કરવી. સંપત્તિમાં રોકાણ કરવા અને નવી વસ્તુઓ ખરીદવા માટેનો પણ આ યોગ્ય સમય નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.