જ્યોતિષ શાસ્ત્ર

કોરોનાના કહેર વચ્ચે છે આજે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ, ભૂલથી પણ ન કરતા આ કામ! જલ્દી વાંચો

દુનિયાભરમાં હજુ કોરોનાનો ખતરો એક તરફ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ આજે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે. આપણા શાસ્ત્રોમાં ગ્રહણને શુભ માનવામાં નથી આવતું. ગ્રહણ સમયે કેટલીક ખાસ બાબતો કરવાથી બચવું જોઈએ, જો કે આજ રોજ યોજાનારા ચંદ્ર ગ્રહણને ઉપછાયા ચંદ્રગ્રહણ માનવામાં આવે છે.

Image Source

ચંદ્ર ગ્રહણને લઈને ધાર્મિક પુરાણો અને શાસ્ત્રોમાં કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. એવું પણ માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓ હાવી થઇ જાય છે. જેના કારણે ઘણી જ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને એવી જ કેટલીક બાબતો જણાવીશું જેનું ખાસ ધ્યાન તમારે આજે રાખવાનું છે.  અને આ કામ કરતા બચવાનું છે.

Image Source

ગ્રહણ દરમિયાન કોઈપણ ભગવાનની મૂર્તિનો સ્પર્શ ના કરવો જોઈએ, તેમજ ભગવાનનું મંદિર પણ પડદાથી બંધ કરી દેવું જોઈએ, ગ્રહણ દરમિયાન મોટા મંદિરોના કપાટ પણ બંધ થઇ જાય છે. ગ્રહણ દરમિયાન ખાવા પીવાની વસ્તુઓથી પણ બચવું જોઈએ, આ દરમિયાન ઉપવાસ રાખવો.ગર્ભવતી મહિલાઓએ પણ ગ્રહણની છાયાથી દૂર રહેવું જોઈએ. કારણ કે ગ્રહણની છાયા ગર્ભવતી મહિલા માટે નુકશાન કારક છે.

Image Source

ગ્રહણ સમયે શારીરિક સંબંધો બાંધવા પણ નુકશાન દાયક છે, આ સમય ડમરીયાં મહિલા અને પુરુષોએ એકબીજાની નજીક ના આવવું જોઈએ. ગ્રહણ દરમિયાન ઘરડા વ્યક્તિ તેમજ ગરીબોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેમને અપશબ્દ ના બોલવા જોઈએ.

Image Source

ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પડતો હોવાના કારણે એકાંત અને સુનસાન જગ્યાઓ ઉપર ના જવું જોઈએ, તેનો ખરાબ પ્રભાવ પડી શકે છે. ગ્રહણના દિવસે કોઈ શુભકાર્ય પણ ના કરવું જોઈએ, અને આ દિવસે એકબીજા સાથે વાળ વિવાદથી પણ બચવું જોઈએ. માથામાં તેલ પણ ના નાખવું જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.