દેસબ્ર્હ્મા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે. ઘણીવાર મોબાઈલ બ્લાસ્ટ થવાના કારણે કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલ તાજો મામલો અમદવાદમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવકના પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટવાના કારણે તે પહેલા માળેથી નીચે પટકાયો હતો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે ચાંદખેડામાંથી. જ્યાં એક નિર્માણાધીન સાઈટ પર કામ કરી રહેલા 19 વર્ષીય મનસુખ બારીયા પહેલા માલ પર હતો. ત્યારે તેના પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઈલ અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે તે પહેલા માળેથી નીચે પટકાયો હતો. જેના બાદ તેને સારવાર માટે SVP હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
મનસુખને પહેલા માળેથી પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર ઇજા થતા 5 ટાંકા આવ્યા હતા. સાથે જ તેના પગમાં પણ ફેક્ચર આવ્યું હતું. આ ઉપરાંત ખિસ્સામાં જ મોબાઈલ બ્લાસ્ટ થવાના કારણે પણ તેની સાથળ દાઝી ગઈ હતી. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
મનસુખના ભાઈએ આ મામલે જણાવ્યું કે મંસુકે 7 મહિના પહેલા જ પોતાની બચતમાંથી આ ફોન 15 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. તેને એમ પણ જણાવ્યું કે ત્યારે જ ફોનનું નવું મોડલ લોન્ચ થયું હતું. તેનો ભાઈ મજૂરી કરીને પોતાનું જીવન વિતાવે છે અને અત્યારે તેને જરા પણ ખબર નથી કે તેના ભાઈ સાથે શું થઇ રહ્યું છે. આ ઘટના ઓવર ચાર્જિંગના કારણે પણ નથી બની હોવાનું મનસુખના ભાઈએ જણાવ્યું હતું.