ખબર

બે વર્ષ પહેલા કર્યા પ્રેમ લગ્ન…હવે મોબાઇલના ચાર્જરથી ગળુ દબાવી પત્નીને મારી નાખી, કારણ હતું આ

પંજાબના લુધિયાણા જિલ્લામાં હોળીના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પતિએ પત્નીની ગળું દબાવીને હત્યા કરી દીધી અને પછી પોતાના એક વર્ષના દીકરાની સાથે લઈને ફરાર થઈ ગયો. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી.

આ ઘટના બાદ બીજા રૂમમાં રહેલ તેના ભાઇ અને અન્ય સંબંધી પણ ફરાર થઇ ગયા હતા. થોડીવાર બાદ જયારે પાડોશી મહિલ રૂમમાં ગઇ તો જમીન પર મૃતદેહને જોઇ ચોંકી ઉઠી હતી અને તે બાદ તેણે જોરજોરથી બૂમો પાડી હતી. મૂતક લક્ષ્મી તેના પતિ હરીરામ અને તેના એક વર્ષના દીકરા સાથે સિવિલ સિટી સ્થિત દુર્ગા માતા મંદિર વાળી ગલીમાં ભાડાના મકાનમાં રહેતી હતી.

પતિનો સોમવારે કોઈ વાતને લઈ પોતાની પત્ની સાથે ઝઘડો થયો. ત્યારબાદ ગુસ્સામાં તેણે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે લાશને કબ્જામાં લઈ આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે આરોપી ટૂંક સમયમાં જ પોલીસની પકડમાં હશે.

મૃતક લક્ષ્મીના બે વર્ષ પહેલા આરોપી પતિની સાથે લવ મેરેજ થયા હતા. તેમનો એક વર્ષનો દીકરો પણ છે. આરોપી એક ફેક્ટરીમાં કામ કરે છે અને મૂળે ઉત્તર પ્રદેશના ઉન્નાવનો રહેવાસી છે. આરોપીને દારૂની લત લાગી ગઈ છે. આરોપી પતિ દારૂની લતના કારણે જ પહેલા પણ પત્ની સાથે અનેકવાર મારઝૂડ કરતો હતો. બે વર્ષ પહેલા જ આરોપીએ મૃતક લક્ષ્મી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ અનેકવાર બંને વચ્ચે ઝઘડા થયા હતા. અનેકવાર મોહલ્લામાં પડોશીઓએ તેમને વચ્ચે ઝઘડો શાંત કરાવ્યો હતો.

મૃતકની માતાએ જણાવ્યુ કે, તેમની દીકરીએ બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. હરીરામ સિવિલ સિટી સ્થિત હોજરીમાં સિલાઇ કામ કરતો હતો. તેને દારૂ પીવાની અને જુગાર રમવાની લત લાગી હતી. આ વાત પર પતિ અને પત્ની વચ્ચે અનેકવાર ઝઘડો થતો હતો.