ખબર

પ્રેમ લગ્ન કરનાર યુવતીના મૃત્યુ બાદ પતિએ સાસરિયા ઉપર લગાવ્યા ગંભીર આરોપો, પોલીસે દાખલ કર્યો કેસ

હજુ પણ ઘણા સમાજની અંદર ઘણા લોકો પ્રેમ લગ્નને સ્વીકારવા માટે તૈયાર નથી, અને પ્રેમ લગ્ન કરનારને ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ચંદોલી અલિનાગરથી. જ્યાં અલિનગર પોલીસ સ્ટેશન ક્ષેત્રના એલબીએસ ડિગ્રી કોલેજના પૂર્વ છાત્રસંઘ અધ્યક્ષ અંકિત યાદવે પોતાની પત્નીની હત્યાનો આરોપ પોતાના સાસરિયા ઉપર લગાવ્યો છે. તેને પોતાની પત્નીના માતા-પિતા સમેત બે કાકા, તેમના બે દીકરા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

Image Source

પોલીસ પણ આ ઘટનાની તપાસ કરવામાં લાગી ગઈ છે. તો આ બાબતે હજુ આ ઘટનામાં કોઈની ધરપકડ ના કરવામાં આવતા અંકિતે શુક્રવારના રોજ થોડીવાર માટે અલીનગર પોલીસ સ્ટેશનની બહાર ધરણા પણ ધર્યા હતા.

માનસ નગરમાં રહેવા વાળી પ્રીતિ યાદવ સાથે અંકિતે 9 નવેમ્બર 2020ના રોજ કોર્ટમાં લગ્ન કર્યા હતા. અંકિતે એ પણ જણાવ્યું હતું કે લગ્નના કારણે પ્રીતિના ઘરવાળા ખુબ જ નારાજ હતા. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે 29 નવેમ્બરના રોજ પ્રીતિના ઘરવાળાએ સામાજિક રીતિ રિવાજો સાથે લગ્ન કરવાનું કહીને પ્રીતિને તેમના ઘરે લઇ ગયા હતા.

હવે અંકિતનો આરોપ એવો છે કે પ્રીતિની હત્યા કરીને તેની લાશને ગાયબ કરી દેવામાં આવી છે. અંકિતના જણાવ્યા પ્રમાણે પ્રીતિએ ઘરે જતા પહેલા એક પત્ર પણ લખ્યો હતો. જેમાં તેને કોઈ અઘટિત ઘટના ઘટવા ઉપર પોતાના પિયરપક્ષને જવાબદાર ગણાવ્યા હતા.

તો આ બાબતે એડિશનલ એસપી પ્રેમચંદે જણાવ્યું હતું કે તપાસમાં એ તથ્ય બહાર આવ્યું છે કે પ્રીતિ પોતાના પિયરની અંદર કપડાને ઈસ્ત્રી કરતા સમયે કરંટ લાગવાના કારણે બળી ગઈ હતી. તેને રામનગર સ્થિત હોસ્પિટલમાં લઇ જતી વખતે જ રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું.

તેમને વધુમાં જણાવ્યું કે અંકિત યાદવના નિવેદન ઉપર બે નવેમ્બરના રોજ મૃતકના પરિવાર વાળા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છે. તેમને ઓનર કિલિંગની ઘટનાથી પણ ઇનકાર કર્યો છે.