તુનીષા ડિપ્રેશનમાં ન હતી, મરતાં પહેલાં મને કંઈક કહેવા માગતી હતી પણ…’, બે મહિના પછી થયો સૌથી મોટો ખુલાસો

છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યાએ બધાને હેરાન કરી દીધી હતી. અભિનેત્રીએ પોતાના શો અલીબાબા દાસ્તાન એ કાબુલના સેટ પર જ મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી, જે બાદ કો-સ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી લેવામાં આવી હતી. અભિનેત્રીની મોત બાદથી ઘણા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. તુનિષા શર્માની મોતને દોઢ મહિનો થઇ ગયો છે અને તેનો પરિવાર હજી પણ ન્યાય માટે લડી રહ્યો છે. ત્યાં આ મામલે આરોપી શીઝાન ખાન હજી જેલમાં છે.

શીઝાનની જમાનત અરજી પર 17 ફેબ્રુઆરીએ સુનાવણી થવાની છે. આ વચ્ચે તુનિષાના કો-સ્ટાર ચંદન આનંદે એક ખુલાસો કર્યો છે. ચંદન આનંદે તુનિષાની મોતના ઘણા દિવસો પછી ચુપ્પી તોડી અને કહ્યુ કે, તુનિષા મોતના એક દિવસ પહેલા કંઇ કહેવા માગતી હતી. તુનિષાના કોસ્ટાર અને તેની સાથે ક્લોઝ બોન્ડ શેર કરનાર ચંદન કે આનંદે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, તુનિષા ડિપ્રેસ નહોતી. તે સુસાઇડના એક દિવસ પહેલા તેને કંઇક કહેવા માગતી હતી. પણ સમય ન હોવાને કારણે તે તેની સાથે વાત ન કરી શક્યો અને આગળના જ દિવસે તેણે આત્મહત્યા કરી લીધી.

અભિનેતાએ કહ્યુ કે, તુનિષા મને કંઇક કહેવા માગતી હતી, પણ ટાઇમ ન મળ્યો અને આગળના દિવસે તેણે આ પગલુ ભરી લીધુ. ખબર નહિ તે શું વાત કરવા માગતી હતી. તુનિષા શર્માની મોત બાદ કહેવામાં આવી રહ્યુ હતુ કે તે ડિપ્રેશનમાં હતી. આ પર શોમાં તુનિષાના મામા બનેલા ચંદન કે આનંદે કહ્યુ કે, લોકો કહી રહ્યા છે કે તુનિષા ડિપ્રેસ હતી, પણ આવું નથી. મને ખરાબ લાગે છે જ્યારે લોકો આવું કહે છે. તે કોઇ ડિપ્રેશનમાં નહોતી. તેનું દિલ દુખ્યુ, ખરાબ મહેસૂસ થયુ અને બાકીની કહાની તે જ જાણે છે કે શું થયુ.

જ્યારે પણ તેના વિશે હું વિચારુ છુ તો સેટ પર તેની મહેનત યાદ આવે છે. તે ખુશ રહેનારી છોકરી હતી, પણ હવે શું કરીએ ? કંઇ નથી કરી શકતા. જણાવી દઇએ કે, તુનિષા શર્માએ 20 વર્ષની ઉંમરે 24 ડિસેમ્બર 2022ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીએ શીઝાન ખાનના મેકઅપરૂમમાં આત્મહત્યા કરી હતી અને પછી તેના પરિવાર દ્વારા આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ શીઝાન પર દર્જ કરાવવામાં આવ્યો અને તેની પોલિસે ધરપકડ કરી, ત્યારથી શીઝાન જેલમાં છે.

Shah Jina