અજબગજબ ખબર જાણવા જેવું ધાર્મિક-દુનિયા

ચાણક્ય નીતિ: સુંદર સ્ત્રી અને પૈસામાંથી કોની પસંદગી કરવી જોઈએ? જાણો શું કહે છે આચાર્ય ચાણક્ય આ બાબતે ?

સુંદર સ્ત્રી અને પૈસામાંથી કોની પસંદગી કરવી જોઈએ? જાણો

જીવનમાં ઘણા મુશ્કેલીઓનું કારણ બે વસ્તુ બને છે. એક સ્ત્રી અને બીજું પૈસા. સ્ત્રી જો તમારા ઘરની અંદર લક્ષ્મી બનીને આવે તો તેની સાથે ધન ધાન્ય પણ આવી જાય છે, પરંતુ ઘરમાં જો સ્ત્રીને હેરાન કરવામાં આવે તો વિનાશ આવે છે. માટે જ તો શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”. પરંતુ જો તમારે જીવનમાં પૈસા અને સ્ત્રી બનેંમાંથી કોઈ એકને પસંદ કરવાનું થાય તો તમે કોને કરો?

Image Source

પ્રશ્ન થોડો કઠિન છે, પરંતુ જવાબ જરૂર છે, આ સવાલનો જવાબ આચાર્ય ચાણક્યએ જ પોતાની ચાણક્ય નીતિમાં આપેલો છે. ચાણક્ય એક વિદ્વાન હતા, અને ચાણક્ય નીતિમાં કહેલી કેટલીક વાતો જો જીવનમાં અનુસરવામાં આવે તો જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવતી નથી. આજે અપને ચાણક્ય નીતિ પ્રમાણે પૈસા અને સ્ત્રીમાંથી કોઈની પસંદગી કરવી તેના વિશે શું કહેવું છે તે જાણીશું.

Image Source

ચાણક્ય નીતિ દર્પણના પહેલા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં આચાર્ય ચાણક્યએ સ્ત્રી અને પૈસાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી છે. જેમાં એ જણાવવામાં આવ્યું છે કે પૈસા વધારે મહત્વના છે કે સ્ત્રી? આ ચારેય ચાણક્યે જણાવ્યું છે કે સમય અનુસાર પૈસાની રક્ષા ક્યારે અને કેવી રીતે કરવી જોઈએ. તો પૈસા અને સ્ત્રીમાં કોને પસંદ કરવા એ પણ જણાવ્યું છે. અને જયારે પોતાની રક્ષા કરવાનો સમય આવે છે ત્યારે પણ કોને પસંદ કરવા જોઈએ તે વાત જણાવી છે.

Image Source

ચાણક્ય નીતિમાં જણાવેલ શ્લોક:

आपदार्थे धनं रक्षेच्छ्रीमतां कुत आपदः ।

कदाचिच्चलते लक्ष्मीःसंचितोऽपिविनश्यति ।।

શ્લોકનો અર્થ:
આચાર્ય ચાણક્યએ આ શ્લોકની અંદર જણાવી રહ્યા છે કે પૈસાની રક્ષા કરવી જોઈએ, એટલે કે પૈસાની બચત કરવી જોઈએ. કારણ કે મુશ્કેલીના સમયમાં એ પૈસા જ તમારું રક્ષણ કરે છે. પરંતુ જ્યારે સ્ત્રી અને પૈસાની પસંદગી કરવાની વાત આવે, ત્યારે પૈસા છોડીને સ્ત્રીને બચાવવી બુદ્ધિમાની છે. કારણ કે ધર્મ અને સંસ્કારોની સાથે એજ સ્ત્રી તમારા પરિવારનું રક્ષણ કરે છે. સ્ત્રી વિના ધર્મ-કર્મ અધૂરો માનવામાં આવે છે અને સ્ત્રી વિના ગૃહસ્થ આશ્રમ પૂર્ણ નથી માનવામાં આવતું. પરંતુ વાત જ્યારે પોતાની આત્માને બચાવવાની આવે ત્યારે સ્ત્રીઓ અને પૈસા બંનેનો મોહ છોડી દેવો જોઈએ ત્યારે જ્ઞાની અને ઉત્તમ પુરુષની જેમ આ બંનેનો ત્યાગ કરીને પોતાની આત્માને પરમાત્મા સાથે જોડવી જોઈએ !