અજબગજબ જાણવા જેવું

ચાણક્ય નીતિ: આ કામ કરવામાં રાખજો સાવધાની નહિ તો મળી શકે છે દગો

ચાણક્ય એક કુશળ રાજનીતિજ્ઞ, કુટનિતિજ્ઞ અને રણનીતિકાર હતા. તે એક શ્રેષ્ઠ શિક્ષક પણ હતા. ચાણકયે પોતાના જ્ઞાન અને અનુભવને ચાણક્ય નીતિમાં પીરસ્યું છે. ચાણક્યનીતિ જીવન સંબંધી ખુબ જ મહત્વપૂર્ણ જ્ઞાન છે. જો આ નીતિઓના સારને સારી રીએ સમજીને જીવનમાં પાલન કરવામાં આવે તો વ્યક્તિ ઘણી સમસ્યાઓથી બચી શકે છે. આચાર્ય ચાણક્ય અનુસાર કેટલીક વાતનું જીવનમાં અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. નહિ તો તમને દગો મળી શકે છે. તો ચાલો જોઈએ જીવનમાં આ વાતોનું શું મહત્વ છે.

Image Source

કોઈપણ વ્યક્તિને દગો ત્યારે મળે છે જયારે એ વ્યક્તિ કોઈ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. વિશ્વાસ કરવો સારી બાબત છે કારણ કે તેના ઉપર જ સંબંધો ટકે છે. પરંતુ આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર સૌથી વધારે સાચવવાની જરૂર મિત્ર બનવાતી વખતે છે. કારણ કે મિત્ર જ હોય છે જે આપણા વિશેની સારી અને ખોટી વાતોને જાણતો હોય છે. જો તમે યોગ્ય મિત્ર નહિ બનાવો તો સમય આવવા ઉપર તે તમને દગો આપી શકે છે. જેનાથી તમને મોટી હાનિ થઇ શકે છે. માટે મિત્ર બનાવતી વખતે સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે.

Image Source

ચાણક્ય અનુસાર નોકરીની ઓળખ કામમાં, મિત્ર અને ભાઈની ઓળખ સંકટમાં અને પત્નીની ઓળખ ધન નષ્ટ થવા ઉપર થાય છે. ચાણક્ય અનુસાર પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ અને આંતરિક સમજ ઉપર ટકેલો છે. જે સ્ત્રી દરેક પરિસ્થિતિમાં તમારો સાથ આપે તે જ સાચી જીવન સાથી હોય છે. એ રીતે સંકટમાં પડવા ઉપર, શત્રુઓથી ઘેરાઈ જવા પર, દુઃખમાં, રોગના સમયે,. જે તમારો સાથ ના છોડે તે જ તમારો સાચો મિત્ર અને સંબંધી હોય છે. ખરાબ સમયમાં જે તમારો સાથ આપે છે તેમનો સાથ આપવો જોઈએ.

Image Source

ધન એક એવી વસ્તુ છે જેના ઉપર ક્યારેય પણ કોઈનું પણ ઈમાન ડગમગી શકે છે. એટલા માટે ધન સાથે સંબંધિત વાતો દરેક કોઈ સામે ના કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિ સમય આવવા ઉપર વિશ્વાસ ઘાત કરી શકે છે. અને તમને ધન હાનિ પણ થઈ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.